Wed Jul 22 2026

Logo

દેશમાં મોંધવારી વધી, ફુગાવો સતત ત્રીજા મહિને વધીને 1.81 ટકા થયો

2026-02-16 17:43:00
Author: Chandrakant Kanoja
Article Image

મુંબઈ : દેશમાં જાન્યુઆરી 2026 માં જથ્થાબંધ ફુગાવો સતત ત્રીજા મહિને વધીને 1.81 ટકા થયો છે. જે ડિસેમ્બરમાં 0.83 ટકા હતો. આ વધારો મુખ્યત્વે ખાદ્ય, બિન-ખાદ્ય અને ઉત્પાદિત ચીજવસ્તુઓ, ખાસ કરીને મૂળભૂત ધાતુઓ અને કાપડના ભાવમાં વધારાને કારણે  નોંધાયો છે. ગત વર્ષે જાન્યુઆરીમાં WPI ફુગાવો 2.51 ટકા હતો. જ્યારે ડિસેમ્બર 2025માં તે 0.83 ટકા નોંધાયો હતો.

ફુગાવાનું દર વધવાનું કારણ ધાતુ અને કાપડમાં ભાવમાં વધારો 

ઉદ્યોગ મંત્રાલયના એક નિવેદન અનુસાર, જાન્યુઆરી વર્ષ 2026 માં  ફુગાવા દરનું મુખ્ય કારણ મૂળભૂત ધાતુઓ, અન્ય ઉત્પાદકો, બિન-ખાદ્ય વસ્તુઓ, ખાદ્ય વસ્તુઓ અને કાપડના ભાવમાં વધારો હતો. આ ઉપરાંત શાકભાજીમાં જાન્યુઆરી 2025 માં ફુગાવો 6.78 ટકા હતો. જે ડિસેમ્બરમાં 3.50 ટકા હતો. જયારે ઉત્પાદિત ઉત્પાદનોના કિસ્સામાં  વર્લ્ડ પ્રોડક્ટ ઇન્ડેક્સ (WPI)ફુગાવો ડિસેમ્બરમાં 1.82 ટકા હતો, જે ડિસેમ્બરમાં 1.86 ટકા હતો.

છૂટક ફુગાવો જાન્યુઆરીમાં નજીવો વધીને 2.75 ટકા થયો

જયારે બિન-ખાદ્ય વસ્તુઓ શ્રેણીમાં ફુગાવો જાન્યુઆરીમાં વધીને 7.58 ટકા થયો  જે ડિસેમ્બરમાં 2.95 ટકા હતો. જાન્યુઆરીમાં ઇંધણ અને વીજળી ક્ષેત્રોમાં નકારાત્મક ફુગાવો અથવા ડિફ્લેશન 4.01 ટકાના દરે ચાલુ રહ્યો, જે ડિસેમ્બરમાં 2.31 ટકા હતો. ગયા અઠવાડિયે જાહેર કરાયેલા ડેટા અનુસાર, દેશનો છૂટક ફુગાવો જાન્યુઆરીમાં નજીવો વધીને 2.75 ટકા થયો.

 છૂટક ફુગાવા પર ધ્યાન

ભારતીય રિઝર્વ બેંકે  ચાલુ નાણાકીય વર્ષમાં નીતિગત વ્યાજ દરમાં 1.25 ટકાનો ઘટાડો કર્યો છે કારણ કે ફુગાવો નીચો રહે છે. આરબીઆઈએ 
 વ્યાજ દર નક્કી કરવા માટે છૂટક ફુગાવા પર ધ્યાન રાખે છે. આ મહિનાની શરૂઆતમાં આરબીઆઈ એ  નીતિગત વ્યાજ દરોને 5.25 ટકા પર યથાવત રાખ્યા હતા.