Thu Jul 23 2026

Logo

મારુતિ સુઝુકી પહેલી ઑગસ્ટથી વિવિધ મૉડૅલોના ભાવમાં રૂ. 30,000 સુધીનો વધારો કરશે

2026-07-21 20:04:56
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ તાજેતરમાં ઈનપૂટ ખર્ચમાં થયેલો વધારો આંશિક રીતે ગ્રાહકો પર પસાર કરતાં દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ. આગામી પહેલી ઑગસ્ટથી તેનાં વિવિધ મૉડૅલોના ભાવમાં રૂ. 30,000 સુધીનો વધારો કરશે, એમ કંપનીએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવતાં ઉમેર્યું હતું કે ભાવવધારાની માત્રા મૉડૅલ અનુસાર જુદી જુદી હશે. 

ઈનપૂટ ખર્ચમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાનમાં લેતાં કંપનીએ તેનાં મૉડૅલોના પોર્ટફોલિયોમાં યુનિટદીઠ રૂ. 30,000 સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે અને આ ભાવવધારો પહેલી ઑગસ્ટથી અમલી બનશે, એમ કંપનીએ યાદીમાં જણાવ્યું હતું. 

છેલ્લા કેટલાક મહિનાઓથી કંપની વધતા જતા ખર્ચની અસર ઘટાડવા માટે ખર્ચ ઘટાડાનાં પગલાં લઈ રહી છે. જોકે, ઊંચા ફુગાવાલક્ષી દબાણ અને ખર્ચ વૃદ્ધિલક્ષી અન્ય પરિબળો જળવાઈ રહેતાં ગ્રાહકો પર શક્ય તેટલો ઓછો ભાવવધારાનો બોજ આવે તે રીતે આંશિક માત્રામાં ભાવવધારો ગ્રાહકો પર પસાર કરવામાં આવ્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.