Fri Aug 28 2026

Logo

બેસ્ટ કર્મચારીઓની ૧૫ ઑગસ્ટ બાદ ફરી હડતાળ પર ઊતરી જવાની ધમકી

2026-07-21 20:43:18
Author: Sapna Desai
બેસ્ટ કર્મચારીઓની ૧૫ ઑગસ્ટ બાદ ફરી હડતાળ પર ઊતરી જવાની ધમકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
સુધારિત વેતન શ્રેણી, મહાનગરપલિકાના કર્મચારીઓ સમકક્ષ દરજ્જો, ખોટમાં રહેલા બેસ્ટ ઉપક્રમને આર્થિક મદદ અને કૉન્ટ્રેક્ટ પર રહેલા કર્મચારીઓને પણ કાયમી કર્મચારીઓ જેટલો પગાર જેવી માગણીઓ સાથે બેસ્ટ સંયુક્ત કામગાર કૃતિ સમિતિએ ફરી હડતાળ પર ઊતરી જવાની ધમકી આપી છે. ૧૫ ઑગસ્ટ સુધી માગણીઓ પૂર્ણ ન કરી તો કર્મચારી અનિશ્ર્ચિત મુદત માટે હડતાળ પર ઊતરી જશે એવી ચેતવણી આપવામાં આવી છે.

નાયબ મુખ્ય પ્રધાન સાથે ૨૧૪ જૂનના થયેલી બેઠકમાં બેસ્ટ કર્મચારીઓને ૩,૦૦૦ રૂપિયા અને કૉન્ટ્રેક્ટ પર રહેલા કર્મચારીઓને ૨,૦૦૦ રૂપિયાનો પગાર વધારાનું આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું. જોકે આ લઘુતમ પગાર વધારો કર્મચારીઓ સાથેની છેતરપિંડી હોવાનો આરોપ સાથે  કર્મચારીઓની તમામ  પડતર માગણીઓ અને પગાર વધારા બાબતે ૧૫ ઑગસ્ટ સુધી નિકાલ લાવવામાં નહીં આવ્યો તો આંદોલન કરવાની ચીમકી બેસ્ટ કર્મચારીઓના યુનિયને આપી છે.

બેસ્ટ વર્કર્સ યુનિયનના મહામંત્રી શશાંક રાવે આંદોલનની ચેતવણી આપતા કહ્યું હતું કે   બેસ્ટ વર્કર્સ યુનિયન સાથે ચર્ચા કર્યા પછી બેસ્ટ કર્મચારીઓ અને વેઈટલીઝ કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને લેખિત નિવેદન આપ્યું છે,  તેમાં કેટલીક માંગણીઓ કરવામાં આવી છે. જો ૧૫ ઑગસ્ટ સુધીમાં કર્મચારીના હિતમાં કોઈ નિણય નહીં લીધો તો આંદોલન સિવાય કોઈ પર્યાય નહીં રહે.

બેસ્ટ કર્મચારીઓએ અનેક માગણીઓ કરી છે, જેમાં મુખ્યત્વે મુંબઈ મહાનગરપાલિકાના બજેટમાં બેસ્ટના બજેટનું વિલીનીકરણ,બેસ્ટ કર્મચારીઓને સાતમા વેતન પંચની ભલામણ અને પાલિકા સમકક્ષ વેતનનો પણ સમાવેશ રહેલા ૨૦૧૬ થી ૨૦૨૧ સુધીના પ્રલંબિત વેતન કરારને તાત્કાલિક કરવો. પહેલી જાન્યુઆરી ૨૦૦૬થી વેતન આયોગની ભલામણ મુજબ કર્મચારીઓના વેતન નક્કી કરીને  બેસ્ટ કર્મચારીઓ માટે બાકી રહેલા વેતન કરાર, જેમાં સાતમા પગાર પંચની ભલામણો અને મુંબઈ મહાનગરપાલિકાના સમકક્ષ પગાર ધોરણનો સમાવેશ થાય છે.