(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા એલિવેટેડ ઈસ્ટર્ન ફ્રી વેને છેડા નગરથી થાણે આનંદ નગર સુધી લંબાવવામાં આવી રહ્યો છે, જેમાં તાજેતરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સેગમેન્ટ લોન્ચરના ૫૯ મીટર લંબાઈના અને ૧૬૦ મેટ્રિક ટન વજનના બે ગર્ડરને લોન્ચ કરવામાં આવ્યા હતા. ટૅક્નિકલી અત્યંત જટિલ પ્રક્રિયા કરવા માટે ૧૮થી ૨૪ કલાકનો સમય લાગે છે, તે કામ માત્ર ચાર કલાકમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં સફળતા મળી હતી.
એમએમઆરડીએએ ૧૩.૯ કિમી લાંબા એલિવેટેડ ઇસ્ટર્ન ફ્રીવે વિસ્તરણ પ્રોજેક્ટ (છેડા નગરથી આનંદ નગર) હેઠળ વ્યસ્ત ગણાતા ઇસ્ટર્ન એક્સપ્રેસવે પર સેગમેન્ટ લોન્ચરના બે સેગમેન્ટ દરેક ૫૯ મીટર લાંબા અને ૧૬૦ મેટ્રિક ટન વજનના સફળતાપૂર્વક ઊભા કરીને બીજો એક મહત્ત્વપૂર્ણ એન્જિનિયરિંગ સીમાચિહ્ન પૂર્ણ કર્યો છે. ૧૮ થી ૨૪ કલાકનો સમય લેતી સમગ્ર જટિલ પ્રક્રિયા જે પૂર્ણ થવામાં ૧૮ થી ૨૪ કલાકનો સમય લાગે છે, તે ફક્ત ચાર કલાકમાં પૂર્ણ થઈ હતી.
મુખ્ય ગર્ડર લોન્ચરના ઊભારણી બાદ હવે સેગમેન્ટ લોન્ચર્સનો ઉપયોગ કરીને ૧,૬૩૨ પ્રીકાસ્ટ સેગમેન્ટ તબક્કાવાર ઊભા કરવામાં આવશે. દરેક સેગમેન્ટનું વજન લગભગ ૯૦ મેટ્રિક ટન છે અને તે ૨૫ મીટર પહોળા સિંગલ-સેલ સેગમેન્ટ સુપરસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે, તેને કારણે વાયડક્ટના બાંધકામને વેગ આપશે અને પ્રોજેક્ટને આગામી મહત્ત્વપૂર્ણ તબક્કામાં લઈ જશે.

ઈસ્ટર્ન એક્સપ્રેસવે વિસ્તરણ પ્રોજેક્ટ ૧૩.૯ કિમી લાંબો છે અને સંપૂર્ણપણે એલિવેટેડ છ-લેનનો હાઈ-સ્પીડ કોરિડોર છે, જે થાણેના આનંદ નગરથી છેડાનગર, ઘાટકોપરને જોડે છે. આ કોરિડોર આનંદ નગરથી મુલુંડ, ઐરોલી, જેવીએલઆર, વિક્રોલી, કાંજુરમાર્ગ, માનખુર્દ અને ઘાટકોપર થઈને જશે અને અંતે છેડાનગર ખાતે પૂરો થશે.
આનાથી ઈસ્ટર્ન એક્સપ્રેસવે પર ટ્રાફિક ભીડને નિયંત્રિત કરવામાં મદદ મળશે અને મુસાફરી ઝડપી અને વધુ વિશ્ર્વસનીય બનશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી દક્ષિણ મુંબઈ અને થાણે વચ્ચેની મુસાફરી માત્ર ૨૫-૩૦ મિનિટમાં પૂર્ણ થશે, જે માત્ર દૈનિક મુસાફરીને ઝડપી બનાવશે નહીં પરંતુ મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં કનેક્ટિવિટીમાં પણ સુધારો કરશે.