Wed Jul 22 2026

Logo

વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત: કટરામાં શ્રદ્ધાળુઓ ફસાયા, બાણગંગાથી જ લોકો પરત ફરવા મજબૂર

2026-07-21 21:35:25
Author: Mumbai Samachar Team
Article Image

શ્રીનગર/કટરાઃ સતત અને સખત રીતે જમ્મુ કાશ્મીરમાં વરસી રહેલા વરસાદે વૈષ્ણોદેવી યાત્રાને પ્રભાવિત કરી છે. દર્શન કરવા માટે આવતા ભાવિકો વરસાદના કારણે હેરાન-પરેશાન થયા છે. સતત બીજા દિવસે વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરવી પડી હતી. આજે યાત્રા સ્થગિત રહેતા અનેક ભાવિકો દર્શન વગરના રહ્યા હતા. ત્રણ દિવસથી યાત્રા બંધ રહેતા વૈષ્ણોદેવી યાત્રાધામમાં અનેક ભાવિકો ફસાયા છે. દર્શન માટેની રાહ જોઈને બેઠેલા શ્રદ્ધાળુઓ ફરી યાત્રા શરૂ થાય એની રાહ જોઈને બેઠા છે. 

ત્રણ દિવસ સુધી યાત્રા બંધ

વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના અધિકારીઓ હવામાન પર સતત વૉચ રાખી રહ્યા છે. આ વિષય પર મંદિર સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે,હાલમાં અમારા માટે વરસાદની સાથે શ્રદ્ધાળુઓની સુરક્ષા પ્રાથમિકતા છે. હવામાન સામાન્ય થયા બાદ યાત્રિકોને યાત્રા શરૂ કરવા માટે લીલી ઝંડી આપવામાં આવશે. યાત્રાના સમગ્ર માર્ગની સમીક્ષા કરવામાં આવી છે, સુરક્ષિત જાહેર થયા બાદ જ યાત્રા શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે. 
છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ કાશ્મીરના અનેક જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન અને પથ્થર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે ગંભીરતા દાખવીને યાત્રીઓને યાત્રા કરતા પહેલા જ રોકી દેવામાં આવ્યા હતા. 
યાત્રી શરૂ ન થતા મોટી સંખ્યામાં લોકો કટરામાં રોકાયેલા છે. રિટર્ન ટિકિટ સાથે આવેલા શ્રદ્ધાળુઓ બાણગંગાથી જ દર્શન કરીને પરત ફરી રહ્યા છે. કટરા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ધર્મશાળાની આસપાસ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે. અનેક એવા શ્રદ્ધાળુઓનું એવું કહેવું છે કે, યાત્રા શરૂ થાય એની રાહ જોઈએ રહ્યા છીએ. 

નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે

હવામાન ચોખ્ખુ થતું નથી, સતત વરસાદ પડી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાવિકો અત્યારે કટરામાં રોકાયેલા છે. હવામાન વિભાગ દ્વારા પણ સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. હવે મૌસમમાં સુધારો થશે તો આગળની યાત્રા શરૂ કરવામાં આવશે. યાત્રીઓને મંજૂરી આપવામાં આવશે. 
શ્રાઈન બોર્ડના અધિકારીઓએ અપીલ કરી હતી કે, ભાવિકોએ કોઈએ અફવામાં આવવું નહીં, સમયાંતરે યાત્રા સંબંધીત અપડેટ આપવામાં આવશે. સત્તાવાર માધ્યમથી આ જાહેર કરાશે. બોર્ડના આદેશનું પાલન કરવું અને હવામાન સામાન્ય થાય ત્યાં સુધી રાહ જોવી. સ્થાનિકો પણ શ્રદ્ધાળુઓને મદદ કરી રહ્યા છે. એજન્સીઓ પણ સતત વૉચ રાખી રહી છે.