Fri Aug 28 2026

Logo

નેપાળની જળહોનારતમાં દિવંગત થયેલા લોકોને મોરારી બાપુની રૂપિયા 51 લાખની સહાય

Kathmandu   2026-08-28 14:58:04
Author: Vimal Prajapati
નેપાળની જળહોનારતમાં દિવંગત થયેલા લોકોને મોરારી બાપુની રૂપિયા 51 લાખની સહાય

કાઠમંડુઃ નેપાળમાં આવેલા ભયાનક પૂરના કારણે અનેક લોકો પ્રભાવિત થયાં છે. પૂરના કારણે 450 થી પણ વધારે લોકોના મોત થયાં છે, જ્યારે 1500 થી પણ વધારે લોકો હજી પણ લાપતા છે. નેપાળી સેના દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. નેપાળી સેનાએ અત્યારે સુધીમાં કુલ 883 થી પણ વધારે લોકોનું રેક્સ્યુ કરી લેવામાં આવ્યું છે. આ સાથે અનેક દેશોએ નેપાળને મદદ કરવા માટેની જાહેરાત કરી છે. જેમાં એક નામ મોરારી બાપુનું પણ છે. 

અનેક દેશોએ નેપાળની મદદ કરવા આગળ આવ્યાં

વિગતે વાત કરવામાં આવે તો, તારીખ 26/08/2026નો દિવસ નેપાળ ક્યારેય પણ ભૂલી નહીં શકે. તિબેટ તરફ ગ્લેશિયર તૂટતાં નેપાળની નદીમાં ભયાનક પૂર આવ્યું હતું અને જોતજોતામાં તો સેંકડો લોકોનાં કરુણ મોત નિપજયા હતાં. સોશિયલ મીડિયા પર જે દ્રશ્યો જોવા મળે છે તે ભલભલાને રડાવી દે તેવાં છે. નેપાળને થયેલાં નુકસાનનો આંકડો દરરોજ વધતો જાય છે. 

નેપાળ માટે મોરારી બાપુએ 51 લાખની સહાય કરી

પૂજ્ય મોરારી બાપુ આ દારુણ ઘટનાથી વ્યથિત થઈ ગયા છે અને તેમણે નેપાળના લોકોને સંવેદના પાઠવી છે. પૂજ્ય મોરારી બાપુએ હનુમંત પ્રસાદ રુપે રુપિયા 51 લાખની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ પૈકી રુપિયા 11 લાખ ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા ભારતીય પીએમ ફંડમાં જમા કરાવવામાં આવશે અને રુપિયા 40 લાખ નેપાળના વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. જેની વિત્તીય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરાશે. પૂજ્ય મોરારી બાપુએ ભારત સહિત વિશ્વના એનેક દેશોનાં નાગરિકો માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે કે જેમણે આ હ્રદયદ્રાવક ધટનામાં પ્રાણ ગુમાવ્યા છે. સૌનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.