અમદાવાદના બોપલ, ઘુમા, આંબલી અને શેલા વિસ્તારમાં જુલાઇ મહિનામાં થયેલા ભારે વરસાદથી લોકોના ઘરો અને સોસાયટીમાં પાણી ભરાઇ ગયું હતું. આ સમસ્યાને લઇને લોકોમાં ઘણી નારાજગી હતી. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે આ વિસ્તારના લોકોની મુલાકાત કરી અને તેમને ખાતરી આપી કે આવતા વર્ષે જ્યારે તે વોટ માંગવા આવશે તે પહેલા આ સમસ્યા સંપૂર્ણ રીતે સમાપ્ત થઇ જશે.
તેમણે કહ્યું કે હવે ભલે 30 ઇંચ વરસાદ કેમ ન પડે, સોસાયટીઓમાં પાણી નહીં ભરાય. આ સાથે તેમણે સ્વીકાર કર્યો કે નગર નિગમની યોજનામાં કમી રહી છે.રક્ષાબંધનના તહેવાર પર ગુજરાત આવેલા અમિત શાહે પોતાના સંસદીય ક્ષેત્રના પ્રવાસ દરમ્યાન એક ખાસ લોક દરબારનું આયોજન કર્યું. તેમાં બોપલ, ઘુમા, આંબલી અને શેલા જેવા વિસ્તારોના લોકો અને સોસાયટીના પ્રતિનિધિઓ સામેલ થયા.
હકીકતમાં જુલાઇમાં થયેલા ભારે વરસાદના કારણે આ નવા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઇ ગયું હતું. પીવીના પાણીની મુશ્કેલી પણ થઇ હતી અને ગંદા પાણીનો નિકાલ કરવાની લાઇનોનું પાણી ઉલટું ઘરોમાં આવવા લાગ્યું હતું. તે સમયે અમિત શાહ ગુજરીતનીમ નહોતા એટલે તે લોકોની હાલત જાણવા નહોતા આવી શક્યા.
આ કારણે તેમણે આ વખતે ખાસ કરીને આ લોક દરબાર રાખ્યો અને લોકોની મુશ્કેલીઓ સાંભળી
બેઠકમાં હાજર લોકોએ જણાવ્યુ કે છેલ્લા 50 વર્ષમાં ક્યારેય એકસાથે 21 ઇંચ વરસાદ નહોતો વરસ્યો. આટલો બધો વરસાદ થવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલની વ્યવસ્થા અપૂરતી સાબિત થઇ.
અમિત શાહે કહ્યું કે આ સમસ્યા માટે મેયર કે મ્યુનિસિપલ કમિશનર નહીં પરંતુ સાંસદ તરીકે પોતે જવાબદારી લે છે.