Fri Sep 04 2026

Logo

બીજા દીવસે યશની 'ટોક્સિક'નો ધબડકો, હિંદી છોડો કન્નડમાં પણ ખરાબ હાલત, જાણો કેટલી કમાણી કરી

2026-08-28 08:38:00
Author: Mumbai Samachar Team
બીજા દીવસે યશની 'ટોક્સિક'નો ધબડકો, હિંદી છોડો કન્નડમાં પણ ખરાબ હાલત, જાણો કેટલી કમાણી કરી

કન્ન્ડ સુપરસ્ટાર યશની ફિલ્મ 'Toxic' એ ભલે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને શાનદાર શરૂઆત કરી હોય પરંતુ રિલીઝના બીજા દિવસે જ ફિલ્મને મોટો ઝટકો લાગ્યો છે. પહેલા દિવસના ઐતિહાસિક આંકડા બાદ ફિલ્મમના કલેક્શનમાં ભારે ઘટાડો આવ્યો છે. જેણે મેકર્સની ચિંતા વધારી દીધી છે. 

યશના સ્ટારડમના દમ પર ફિલ્મે ઓપનિંગ ડે પર તો રેકોર્ડતોડ કમાણ કરી પરંતુ કન્ટેન્ટને લઇને દર્શકોના નેગેટિવ રિએક્શનના કારણે બીજા દિવસે જ કમાણીનો ગ્રાફ ઝડપથી નીચે આવી ગયો. 

ધમાકેદાર ઓપનિંગ અને 100 કરોડી ક્લબમાં એન્ટ્રી 

સૈકનિલ્કના અનુસાર, 'Toxic'એ ભારતમાં પોતાના પહેલા દિવસે જ 24,579 શોની સાથે ₹101.10 કરોડનું નેટ કલેક્શન કર્યું .જો દેશમાં ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો આ આંકડો ₹120.75 કરોડ સુધી પહોંચી ગયો. તો દુનિયા ભરના સિનેમાઘરોમાં ફિલ્મે પહેલા દિવસે  જ અંદાજે ₹150 કરોડનું શાનદાર ગ્રોસ કલેક્શન કર્યું . જો કે, આ ડ્રીમ ઓપનિંગ બાદ બોક્સ ઓફિસનું સંપૂર્ણ સમીકરણ બદલાઇ ગયું.

64 ટકાનો ઐતિહાસિક ઘટાડો!

પહેલા દિવસે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર આ ફિલ્મને બીજા દિવસે દર્શકોની ઉદાસીનતાનો સામનો કરવો પડ્યો. ફિલ્મે બીજા દિવસે માત્ર ₹36.40 કરોડનું નેટ કલેક્શન કર્યું, જે પહેલા દિવસની ₹101.10 કરોડની કમાણી સામે સીધું 64% ઓછું છે. કમાણીમાં આટલો મોટો ઘટાડો કોઈપણ મોટા Superstar (સુપરસ્ટાર) ની ફિલ્મ માટે અત્યંત ચિંતાજનક માનવામાં આવે છે.  

કર્ણાટક અને કન્નડ બેલ્ટમાં પણ ઝટકો

મૂળરૂપે કન્નડ અને અંગ્રેજીમાં શૂટ થયેલી આ ફિલ્મને યશના પોતાના ગઢ એટલે કે કર્ણાટકમાં પણ અપેક્ષિત પ્રેમ નથી મળ્યો. બીજા દિવસે કન્નડ ભાષામાં ફિલ્મનું પ્રદર્શન ખુદ યશની અગાઉની બ્લોકબસ્ટર ફિલ્મ 'KGF Chapter 2' કરતા ઘણું પાછળ રહી ગયું. જ્યાં 'Toxic' એ બીજા દિવસે કન્નડમાં માત્ર ₹8.50 કરોડની કમાણી કરી, ત્યાં 'KGF 2' એ તેના બીજા દિવસે ₹16.80 કરોડની જોરદાર કમાણી કરી હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક દર્શકો પણ ફિલ્મના કન્ટેન્ટ (વિષયવસ્તુ)થી સંપૂર્ણપણે ખુશ નથી.