નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મધ્ય એશિયાના પ્રવાસે આજે જઈ રહ્યાં છે. મધ્ય એશિયાના દેશો સાથે ભારતના સંબંધો વધારે મજબૂત કરવા માટે પીએમ મોદી આ વિદેશયાત્રાએ જઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉજ્બેકિસ્તાન (Uzbekistan) અને કિર્ગિસ્તાન (Kyrgyzstan)ની આ વિદેશ યાત્રાને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ દરમિયાન બિશ્કેકમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (Shanghai Cooperation Organisation) શિખર બેઠકમાં પીએમ મોદી હાજર રહેશે. આ દરમિયાન તેઓ અનેક વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરશે.
શાંઘાઈ સહયોગ સંગઠન બેઠકમાં પીએમ મોદી હાજરી આપશે
ખાસ કરીને વાત કરવામાં આવે તો, આતંકવાદ, ઉગ્રવાદ અને અલગાવવાદ સામે લડવા માટે તૈયારી કરવા અને રક્ષા નીતિ અંગે ઉજ્બેકિસ્તાન અને કિર્ગિસ્તાન સાથે ખાસ બેઠક થઈ શકે છે. મહત્વની વાત એ છે કે, એસસીઓની સ્થાનમાં મૂળ તો આ ત્રણ ઉદ્દેશ્ય માટે જ કરવામાં આવી હતી. એટલા માટે જ આ વિદેશયાત્રાને ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બે દિવસ ઉજ્બેકિસ્તાન અને બે દિવસ કિર્ગિજસ્તાનમાં રહેશે પીએમ મોદી
વિદેશયાત્રાની વાત કરવામાં આવે તો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 29 અને 30 ઓગસ્ટ સુધી ઉજ્બેકિસ્તાનમાં રહેશે. ત્યાંથી પીએમ મોદી 31 ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર સુધી કિર્ગિજસ્તાનના પ્રવાસે જવાના છે. મહત્વની વાત છે કે, પીએમ મોદીની આ ચોથી ઉજ્બેકિસ્તાન યાત્રા છે. આ પહેલા પણ પીએમ મોદી આ દેશના પ્રવાસે ગયા હતાં. અત્યારે શાંઘાઈ સહયોગ સંગઠનની 25મી વર્ષગાંઠ હોવાથી બેઠક યોજાઈ રહી છે. જેમાં પીએમ મોદી પણ સામેલ થવાના છે.
VIDEO | Delhi: Sibi George, Secretary (West), MEA, addresses special MEA briefing on PM Modi’s forthcoming visit to Uzbekistan and Kyrgyz Republic.
— Press Trust of India (@PTI_News) August 27, 2026
He says, “The Prime Minister will visit Uzbekistan from August 29 to 30 at the invitation of the President of Uzbekistan. This will… pic.twitter.com/w0x6q75dGp
પીએમ મોદી વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે
તમને જણાવી દઈએ કે, 2017 થી ભારત શાંઘાઈ સહયોગ સંગઠનનું પૂર્ણ સભ્ય છે. આ બેઠકમાં પાકિસ્તાનના વડપ્રધાન શાહબાદ શરીફ પણ આવવાના હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક થવાની સંભાવના નથી. જો કે, પીએમ મોદી અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના છે. આમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો સમાવેશ થાય છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ વાતચીત થઈ શકે છે.