Wed Jul 22 2026

Logo

વેબસિરીઝ 'સફેદ સાગર'ને લઈને શું બોલી લીડ સ્ટારકાસ્ટ? વાયુસેનાના રીયલ ઑપરેશનનું ફિલ્માંકન થયું

2026-07-21 22:48:58
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ટ્રેલરમાંથી જ ફેન્સને પસંદ પડી રહેલી વેબ સિરીઝ 'સફેદ સાગર' આજ-કાલ ખૂબ જ ચર્ચામાં છે. આ વેબસિરીઝમાં લીડરોલ પ્લે કરતા એક્ટર સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, શા માટે આ વેબસિરીઝને પસંદ કરી અને આ માટે તેણે કેટલી મહેનત કરી હતી. 'સફેદ સાગર'નું ટ્રેલર સામે આવી ચૂક્યું છે. નેટફ્લિકસ પર સ્ટ્રિમ થનારી વેબસિરીઝ 'સફેદ સાગર'માં એકથી એક ચડિયાતા સીન રેકોર્ડ કરાયા છે. આ સિરીઝમાં સિદ્ધાર્થ, જીમી શેરગીલ, મિહિર આહુજા, તારૂક રૈના, અર્નવ ભસીન, અભય વર્મા, દીયા મિર્ઝા અને પ્રાજક્તા કોલી સહિત અનેક નામી કલાકારો છે. આ સિરીઝમાં અજય આહુજાનું પાત્ર પ્લે કરનાર સિદ્ધાર્થે ઘણી ભાવુક થઈ જવાય એવી વાત કહી છે. 

હું પણ શ્યોર ન હતો
શરૂઆતમાં જ્યારે મારી સામે એ વાત આવી એ સમયે હું શ્યોર ન હતો. હિચકિચાટ થતી હતી.જ્યારે વાત આપણા દેશના શહીદોની હોય. આવા મુદ્દાઓને એક ખાસ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. આજે તેઓ આપણી વચ્ચે નથી કે, આપણે એના આખા પિક્ચર પર કંઈ કહી શકીએ. આ જવાબદારી થોડા સમય માટે મને મુશ્કેલી લાગી હતી. કોઈ કાલ્પનિક પાત્ર હોય તો તેને પ્લે કરવું ઘણું સરળ હોય છે. જે ક્ષણે આપણને ખબર પડે છે કે કોઈ શહીદ થયું છે ત્યારે આપણે તેને એક ચોક્કસ ફ્રેમમાંથી જોવાનું વલણ રાખીએ છીએ,પરંતુ સાચા હીરો ફક્ત તેમની છબી દ્વારા નહીં,તેમના કાર્યો દ્વારા વ્યાખ્યાયિત થાય છે. મને ડર હતો, હું તેમની કોઈ મેમરીઝ સાથે અન્યાય ન કરી બેસું, તેથી જ મેં નિર્માતાઓ સાથે વ્યાપક ચર્ચા કરી જેથી ખાતરી કરી શકાય કે આ મહાન વીર અને સૈનિકની વાર્તા સંપૂર્ણ પ્રામાણિકતા સાથે કેવી રીતે રજૂ કરી શકાય. મારી પહેલી શરત એ હતી કે તેની પત્ની, અલકા આહુજાએ તેને પરવાનગી આપી છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ.

શા માટે જોવી જોઈએ સિરીઝ?
આ સમગ્ર વિષય પર જીમ્મી શેરગીલે જણાવ્યું હતું કે, આ વેબસિરીઝ શા માટે જોવી જોઈએ. એવું ન વિચારતા કે,આ સ્ટોરી સ્ક્રિન પર આવતા 27 વર્ષ નીકળી ગયા. આખરે આ સ્ટોરી લોકો સુધી પહોંચી છે અને યોગ્ય રીતે પહોંચી છે.ઘણા ઓછા એવા લોકો હતા જે કારગીલ યુદ્ધ વખતે વાયુસેનાના પરાક્રમ અને સાહસ અંગે જાણતા હતા. રેકોર્ડ અંગે જાણતા હતા.નવી પેઢી આ તમામ હકીકતને જાણે એ ખૂબ જ જરૂરી છે.જ્યાં સુધી અમને આ અંગે જાણકારી મળી ન હતી ત્યાં સુધી અમે પણ અજાણ હતા. આ સ્ટોરીમાં હકીકત અને પ્રમાણિક રીતે એક સ્ટોરી દેખાડવામાં આવી છે. આનો કોઈ બનાવટી કહી દે છે તો એ ખોટું છે. આજ-કાલ લોકો ઘણી સરળતાથી  કોઈપણ વિષયને ખોટાનું ટેગ આપી દે છે. 

યુવાનો રીલ્સ બનાવવામાં વ્યસ્ત છે
હું એ સમયની વાત કરૂ છું જ્યારે અમારા ક્લાસમાંથી 99 ટકા વિદ્યાર્થીઓ સૈન્યમાં જોડાવવામાં માગતા હતા. મેં પણ એકવાર ફોર્મ ભર્યું હતું. 90 ટકા માર્ક હતા. પણ સિલેક્શન ન થયું. એ સમયે સ્પર્ધા પણ ઘણી હતી. આજે મને એવું લાગે છે કે, યુવાનોની રૂચી સૈન્યમાં જવાની ઘટી રહી છે. યુવાનો હવે ફિલ્મોમાં આવવા માગે છે.દરેકના હાથમાં ફોન છે અને રીલ્સ બનાવવામાં વ્યસ્ત છે. પણ દેશની સુરક્ષાનું શું? સમગ્ર સિરીઝ ઓની સૈને તૈયાર કરી છે. આ સિરીઝ 7 ઓગસ્ટના રોજ નેટફ્લિકસ પર સ્ટ્રિમ થવાની છે.આ સિરિઝીમાં જે ઑપરેશન બતાવવામાં આવ્યું છે એ વાયુ સેનાનું ઓરિજિનલ ઑપરેશન હતું. કેટલાક માપદંડો અને સૈન્યની ગુપ્તતાના ધારાધોરણને ધ્યાને લઈને સમગ્ર સિરીઝ ડીઝાઈન કરવામાં આવી છે.