તાજેતરમાં જ ઈરાન યુદ્ધ દરમિયાન ભારતીય નાવિકોના મોતની ઘટના બાદ યુક્રેનથ આવતા એક જહાજ પર ભયાનક હુમલો થયો છે. જેમાં બ ભારતીય નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ગંભીર ઘટના અંગે વિદેશ મંત્રાલયે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મંત્રાલયે મૃતક ભારતીયોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલ નાગરિકના ઝડપથી સાજા થવાની કામના કરી છે.
મળતી વિગતો અનુસાર, યુક્રેનના ઓડેસા બંદરથી અનાજ લઈને નીકળેલા 'એમવી ગોલ્ડન લિયો' નામના જહાજ પર ભયાનક હુમલો થયો હતો અને વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પશ્ચિમ આફ્રિકન દેશ ગિની-બિસાઉના ધ્વજ હેઠળ કાર્યરત આ જહાજ જ્યારે બંદરથી બહાર નીકળી રહ્યું હતું, ત્યારે તેને નિશાન બનાવવામાં આવ્યું હતું.
આ ઘટના સમયે જહાજ પર કુલ 17 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં 5 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. આ હુમલામાં 4 ભારતીય ક્રૂ મેમ્બર્સના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે એક ભારતીય નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ ગંભીર ઘટના અંગે વિદેશ મંત્રાલયે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મંત્રાલયે મૃતક ભારતીયોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલ નાગરિકના ઝડપથી સાજા થવાની કામના કરી છે. યુક્રેનમાં સ્થિત ભારતીય મિશન હાલ આ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને પીડિત પરિવારો તથા અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે કાર્યરત છે. સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર આ પ્રકારના હુમલાની સખત શબ્દોમાં નિંદા કરે છે.
ભારતે ફરી એકવાર ભારપૂર્વક કહ્યું છે કે વ્યાપારી જહાજોને નિશાન બનાવવા, નિર્દોષ નાગરિકો અને ક્રૂ સભ્યોના જીવ જોખમમાં મૂકવા તેમજ નેવિગેશન અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની સ્વતંત્રતામાં અવરોધ ઊભો કરવો તે અત્યંત નિંદનીય અને અસ્વીકાર્ય છે. આંતરરાષ્ટ્રીય જળસીમામાં નિર્દોષ નાગરિકોને સુરક્ષા પૂરી પાડવી આવશ્યક છે, અને આવી હિંસક પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ. ભારત સરકાર આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્તોની પડખે ઉભી છે.