Wed Jul 22 2026

Logo

અરિજીત સિંહે ખરેખર લઈ લીધો યુટર્ન? મેનેજરે કર્યો મોટો ખુલાસો!

2026-07-21 22:24:48
Author: Mumbai Samachar Team
Article Image

Vishesh Films


મુંબઈઃ જાણીતા બોલિવૂડ સિંગર અરિજિત સિંહે આ વર્ષે 27 જાન્યુઆરીએ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લીધી હતી. પણ આ જ વર્ષે એના કેટલાક નવા ગીત સામે આવતા ફેન્સ એના સંન્યાસ પર આશંકા વ્યક્ત કરી રહ્યા છે. નિવૃત્તિના સમાચારથી તેમના ચાહકો નિરાશ થઈ ગયા હતા.તાજેતરમાં એક નવા ગીતના રિલીઝથી એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે તે પ્લેબેક સિંગિંગમાં પાછા ફર્યો છે અને તેમની નિવૃત્તિ માત્ર છ મહિના પછી સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ એવું નથી.આ સમગ્ર વિષય પર એના મેનેજરે એક મોટી સ્પષ્ટતા કરી દીધી છે. 

આમીર ખાન માટે ગીત ગાયુ
14 ઓગષ્ટના રોજ ઈમરાન હાશમીની ફિલ્મ આવી રહી છે જેનું નામ છે 'આવારાપન-2'. તા.21 જુલાઈના રોજ આ જ ફિલ્મનું એક ગીત રિલીઝ થયું હતું જેનું ટાઈટલ હતું 'યે આવારપન'. આ ગીત અરિજિતસિંહે ગાયું છે.આ ગીતથી ચર્ચા એ શરૂ થઈ હતી કે, એરિજિતે યુટર્ન લીધો છે. કમબેક કરી રહ્યો છે. હવે એના મેનેજરે એવી સ્પષ્ટતા કરી છે કે, આવું બિલકુલ નથી. તેણે પોતાનો સંન્યાસ યથાવત રાખ્યો છે. અરિજિતે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન અભિનીત ફિલ્મ 'એક દિન' માટે એક ગીત પણ ગાયું હતું. ફિલ્મની જેમ આ ગીતનું નામ પણ 'એક દિન'હતું. આ ગીત રેકોર્ડ કરવા માટે આમિર પોતે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં અરિજિત સિંહના ઘરે ગયો હતો.

કમબેક નહીં કરે
મેનેજરનું આ નિવેદન સ્પષ્ટ કરે છે કે, અરિજિત પ્લેબેક સિંગિંગમાં પાછા ફર્યા નથી. જ્યારે તેમણે નિવૃત્તિની જાહેરાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, તેમના ગીતો થોડા સમય માટે રિલીઝ થતા રહેશે. તેઓ જે પ્રોજેક્ટ્સ માટે પહેલાથી જ પ્રતિબદ્ધ હતા તે પૂર્ણ કરશે, પરંતુ કોઈ નવા પ્રોજેક્ટ્સ પર સહી કરશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો, 'આવારાપન 2' માં દર્શાવવામાં આવેલ અરિજિતનું ગીત પુનરાગમન ગીત નથી. તેના બદલે, તેઓ નિવૃત્તિ પહેલાં આ પ્રોજેક્ટનો ભાગ બન્યા હતા.અરિજિત ફક્ત એવા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી રહ્યો છે જે તેની નિવૃત્તિની જાહેરાત પહેલાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા હતા. તે પ્લેબેક સિંગિંગમાં પાછા ફરવાનો નથી.