Wed Jul 22 2026

Logo

'સંસદ ચલો' માર્ચ: લીક થયેલી વોટ્સએપ ચેટથી હિંસા ભડકાવવાના કાવતરાનો ખુલાસો, પોલીસ તપાસ શરૂ

2026-07-21 21:46:54
Author: Mumbai Samachar Team
Article Image

ChatGPT image


સીજેપીના વિરોધ પ્રદર્શન દરમિયાન નેટવર્ક વગર કનેક્ટિવિટી જાળવવા અને હિંસા ફેલાવવા અંગે થઈ હતી વાતચીત

નવી દિલ્હીઃ પાટનગરમાં કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ફાટી નીકળેલી હિંસાની પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હિંસાને લઈને કાવતરાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે હિંસક બનેલા સીજેપીના 'સંસદ ચલો'માર્ચની તપાસ શરૂ કરી દીધી છે. 

દરમિયાન પ્રદર્શનકારીઓ વચ્ચે કથિત રીતે થયેલા કેટલાક ચેટ મેસેજ સામે આવ્યા છે. જેનાથી ખ્યાલ આવે છે કે પ્રદર્શનકારીઓ પાસે સંભવિત ઇન્ટરનેટ બંધ દરમિયાન કનેક્ટિવિટી જાળવી રાખવાની તૈયારી છે. જ્યારે કેટલાક મેસેજ આ હેતુ માટે જીવનું બલિદાન આપવાની તૈયારી તરફ ઈશારો કરે છે. 

માર્ચ દરમિયાન સંપર્કમાં રહેવાની ચર્ચા

સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે તપાસકર્તાઓ કોઈપણ નિષ્કર્ષ કાઢતા પહેલા ચેટની સત્યતા અને સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ ચકાસી રહ્યા હતા. પોલીસના એક સૂત્રએ જણાવ્યું હતું કે કેટલાક કથિત મેસેજમાં ઇન્ટરનેટ સર્વિસ બંધ થવાની સ્થિતિમાં વાતચીત કરવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં યુઝર માર્ચ દરમિયાન સંપર્કમાં રહેવા અને જાણકારી આપવા માટે અન્ય રીતોની ચર્ચા કરી રહ્યા હતા.

118 પોલીસ કર્મચારી થયા ઘાયલ

તે ગ્રુપની વાતચીતને ઍક્સેસ કરી છે જે કથિત હિંસા સમયની થઈ હતી, જેમાં 118 પોલીસ કર્મચારીઓ અને 70 વિરોધીઓ ઘાયલ થયા હતા અને 15 થી 20થી વધુ સરકારી વાહનોને નુકસાન થયું હતું. એક કથિત ચેટમાં લખવામાં આવ્યું હતું કે "વિરોધ સ્થળ પર પહોંચ્યા પછી બની શકે છે કે તમારા ડિવાઈસમાં નેટવર્ક ના હોય. પોલીસે છેલ્લી વખતે નેટવર્ક જામરનો ઉપયોગ કર્યો હતો અને આ વખતે પણ કરી શકે છે. જોકે, તમે જે ગ્રુપ સાથે આવ્યા છો તેમાં કનેક્ટેડ રહેવું ખૂબ જ જરૂરી છે.

પોલીસ એપ્લિકેશનની કરે છે તપાસ

સૂત્રોએ કહ્યું હતું કે તપાસ ટીમે કહ્યું કે વિરોધ કરનારાઓએ કેટલીક એવી પણ એપ બતાવી જે બ્લૂટ્રુથ સિગ્નલનો ઉપયોગ કરીને કામ કરી શકે છે અને તેની લિંક પણ એ ચેટમાં કરી શકો છો. પોલીસ આવી એપ્લિકેશનોની તપાસ કરી રહી છે અને કહ્યું હતું કે તેઓ તે મુજબ કાર્યવાહી કરશે. એક અન્ય મેસેજમાં લખવામાં આવ્યું હતું કે વિરોધ સ્થળ પર પ્રવેશતા અગાઉ ખાતરી કરી લો તે તમારા બધા ગ્રુપમાં સમાન એપ્લિકેશન ઈન્સ્ટોલ કરેલી હોય અને અગાઉથી કનેક્ટેડ હોય. 

ડિજિટલ પુરાવાઓનું વિશ્લેષણ

તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજ, ડ્રોન વિઝ્યુઅલ્સ, મોબાઇલ ફોન વીડિયો અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સાથે ડિજિટલ પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું હતું. એક વાતચીતમાં એક વ્યક્તિએ દાવો કર્યો કે આગામી દિવસ "મોદી સરકારનો છેલ્લો દિવસ" હશે. 

કેટલાક મેસેજમાં પ્રદર્શનકારીઓ વિરોધ દરમિયાન પોતાના જીવનું પણ બલિદાન આપવા તૈયાર છે. મેસેજમાં કહ્યું કે જો કોઈ મરી જાય તો આવનારી પેઢીઓ આવા બલિદાનને યાદ રાખશે. કોઈનું મૃત્યુ થશે તો સરકાર પર ઘણું દબાણ આવશે.