મુંબઈઃ સાઉથની ફિલ્મોની સક્સેસફૂલ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે સાઉથની ફિલ્મોમાં એક્ટ્રેસના દેહદર્શન અને ખાસ કરીને બેલીબટન (દુંટી)ને લઈને જે ઝનૂનિયત છે એના પર પોતાની વાત કહી છે. કાજલ એવી એક્ટ્રેસમાંથી આવે છે જેના રૂટ નોર્થ ઈન્ડિયામાં છે પણ કર્મભૂમિ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે.મુંબઈમાં જન્મ લઈને કાજલે સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ફિલ્મ લાઈનમાં એન્ટ્રી કરી છે. તેલુગુ અને તમિલ સિનેમાથી એને સ્ટારડમ મળ્યું હતું.
શા માટે હું બોલિવૂડમાં આવું?
એક ખાસ મુલાકાતમાં કાજલ અગ્રવાલે જણાવ્યું હતું કે,કરિયરના આ લેવલ પર ફિલ્મોની પસંદગી કરવામાં હું ઘણો વિચાર કરીને નિર્ણય કરૂ છું. સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસ તરફ જોવાના દ્રષ્ટિકોણ પર તેણે દિલ ખોલીને વાત કરી હતી. વર્ષ 2004માં આવેલી ફિલ્મ 'ક્યૂં! હો ગયા ના' ફિલ્મથી અભિનયની શરૂઆત કરનાર અને 2007માં આવેલી ફિલ્મ 'લક્ષ્મી કલ્યાણમ' ફિલ્મથી ટોલીવુડમાં પ્રવેશ કરનાર કાજલ અગ્રવાલ હવે હિન્દી સિનેમામાં પરત ફરી રહી છે. વર્ષ 2016માં રણદીપ હુડા સાથેની તેની ફિલ્મ 'દો લફઝોં કી કહાની' ખૂબ જ લોકપ્રિય થઈ હતી.

તે હવે 'ધ ઈન્ડિયા સ્ટોરી' પ્રોજેક્ટ પછી, નિતેશ તિવારીની 'રામાયણમ' ફિલ્મમાં મંદોદરીની ભૂમિકા ભજવતી જોવા મળશે.દિલ ખોલીને વાત કરતા કાજલે કહ્યું હતું કે, સાઉથમાં જે કામ મળી રહ્યું હતું એની ક્વોલિટી, એવી ક્લોલિટી બોલિવૂડની ફિલ્મમાં મળતી ન હતી. મને જે રોલ જોઈતા હતા, મારી પ્રાયોરિટીમાં ક્વોન્ટીટી કરતા ક્વોલિટી વધારે હતી. સાઉથની ફિલ્મોમાં સારા એવા રોલ કરવા મળતા હતા તો હું શા માટે બોલિવૂડમાં રોલ માટે કામ કરૂ. ભાષા મારા માટે ક્યારેય પડકાર રૂપ બની જ નથી. મને ફિલ્મ મેકિંગની જે કળા છે એ ખૂબ ગમે છે. હા, આ કળાના પ્રેમમાં પડવા માટે મને સાત ફિલ્મો લાગી, પણ એકવાર મને થયું કે હું સંપૂર્ણપણે સમર્પિત થઈ ગઈ.
ઈન્ડસ્ટ્રીમાં વસ્તુ બદલાઈ રહી છે
સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હવે ઘણી વસ્તુઓ બદલી રહી છે. હવે સાઉથની ફિલ્મોમાં એક્ટ્રેસના બેલીબટન દેખાડવાનું કોઈ ઝનૂન નથી. સાઉથ સિનેમા હવે બોલિવૂડની જેમ આઝાદ ખ્યાલ અને મેચ્યોરરોલ લખવાનું શીખી રહી છે. મેં મારી લિમીટ નક્કી કરી રાખી છે અને એ લિમીટથી આગળ મેં એવા કોઈ રોલ પ્લે નથી કર્યા. તમે મારા બેલીબટન પર ફ્રૂટ નહીં ફેંકી શકો. આ પ્રકારની ટ્રિટમેન્ટની હવે કોઈ જરૂર નથી. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટરનું સેટ પર મોડા આવવું અને શુટિંગમાં લેટ થવું એ સામાન્ય વાત છે.સમયનું શિસ્ત બોલિવૂડે સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાસેથી શીખવું જોઈએ. હિન્દી ફિલ્મોમાં કંઈ ટાઈમટેબલ અનુસાર થતું નથી. સાઉથમાં તેઓ ઘડિયાળના કાંટે કામ કરે છે. મને ટાઈમ ટું ટાઈમ પહોંચવાની આદત છે, આ મને ખૂબ ગમે છે. હિન્દી ફિલ્મોમાં ટાઈમિંગને લઈને ઘણી ગડબડ છે.
@Instant Bollywood
સલમાન ખાનની મોડા આવવાની ટેવ
સલમાન ખાનના ટાઈમિંગને લઈ થયેલા કડવા અનુભવ પર વાત કરતા એક્ટ્રેસે કહ્યું હતું કે, સૌથી વધારે મને સલમાન ખાને રાહ જોવડાવી છે, જે રાહ જોવાની મને આદત ન હતી. બપોરના સમયે અથવા સાંજના સમયે તે આવતા અને હું જીમમાં પરસેવો પાડવા માટે જતી રહેતી હતી. આ જીમ પણ પાછું સેટ ઉપર જ હતું. મને સાઉથના સિનેમાની ટાઈમિંગ પોલિસી જ ખૂબ ગમે છે. સલમાન ખાન અને કાજોલ અગ્રવાલની ફિલ્મ સિંકદર આવી હતી. હવે તેની શ્રેયસ તલપડે સાથે તેની ફિલ્મ 'ધ ઈન્ડિયા સ્ટોરી' આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર લોકોને પસંદ આવી રહ્યું છે.