Sat Aug 22 2026

Logo

ગુજરાતની નિરાશાજનક બૅટિંગ, ટૉપ-ઑર્ડરની ત્રિપુટી ફ્લૉપઃ હવે બોલર્સ જ ચમત્કાર સર્જી શકે

2026-05-31 21:41:43
Author: Ajay Motiwala
Article Image

BCCI


અમદાવાદઃ 2022ના ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT)એ અહીં રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,32,000 પ્રેક્ષકોની હાજરીમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) સામે પ્રથમ બૅટિંગમાં 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 155 રન બનાવ્યા અને ડિફેન્ડિંગ ચૅમ્પિયનને ફક્ત 156 રનનો લક્ષ્યાંક આપ્યો.

આખી ટૂર્નામેન્ટમાં ગુજરાતનો ટૉપ-ઑર્ડર છવાઈ ગયો હતો. જોકે એમાંનું કોઈ આ ફાઇનલમાં બેંગ્લૂરુના બોલિંગ-આક્રમણ સામે ન ફાવ્યું. આ વખતની ટૂર્નામેન્ટમાં 700-પ્લસ રન બનાવનાર સાઇ સુદર્શન (12 રન)ને ભુવનેશ્વર કુમારે વિકેટકીપર જિતેશ શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો, કૅપ્ટન શુભમન ગિલે (10 રન) હૅઝલવૂડના બૉલમાં હરીફ કૅપ્ટન રજત પાટીદારને આસાન કૅચ આપી દીધો હતો, જ્યારે જૉસ બટલર (19 રન) સ્પિનર કૃણાલ પંડ્યાની જાળમાં ફસાયો અને તેના બૉલમાં જિતેશના હાથે સ્ટમ્પ-આઉટ થયો હતો.

BCCI

એકમાત્ર વૉશિંગ્ટન સુંદર (50 અણનમ, 37 બૉલ, પાંચ ફોર) સન્માનજનક ઇનિંગ્સ રમ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં નિષ્ફળ ગયેલા નિશાંત સિંધુ (20 રન)એ ફક્ત 111.11ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા હતા. હવે ગુજરાતને એના બોલર્સ જ બચાવી શકે.

BCCI

બેંગ્લૂરુના બોલર્સમાં કાશ્મીરના પેસ બોલર રસિખ સલામે 27 રનમાં સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ભુવનેશ્વર અને હૅઝલવૂડે બે-બે વિકેટ તથા કૃણાલે એક વિકેટ મેળવી હતી. જેકબ ડફીને 38 રનમાં વિકેટ નહોતી મળી.