Fri Aug 28 2026

Logo

કોણ છે આ બ્યૂટિફુલ ક્રિકેટર? સ્પિન ઉપરાંત લુક અને સ્ટાઇલથી મીડિયામાં ક્રિકેટપ્રેમીઓના દિલ જીતી રહી છે

2026-08-21 19:43:14
Author: Ajay Motiwala
કોણ છે આ બ્યૂટિફુલ ક્રિકેટર? સ્પિન ઉપરાંત લુક અને સ્ટાઇલથી મીડિયામાં ક્રિકેટપ્રેમીઓના દિલ જીતી રહી છે

નવી દિલ્હીઃ ટી-20 લીગ ટૂર્નામેન્ટોનો યુગ શરૂ થયો છે ત્યારથી ક્રિકેટ માત્ર રમત નથી રહી, પણ મનોરંજન પૂરું પાડનારું માધ્યમ પણ બની છે અને એની એક `સુંદર' ઝલક આજ-કાલ દિલ્હી પ્રીમિયર લીગ (DPL)માં જોવા મળી રહી છે. આ સ્ટોરીમાં આપણે દિલ્હીની મહિલા ક્રિકેટર મેધાવી બિધુરી વિશે જાણીશું, કારણકે તે ક્રિકેટ ફૅન્સની નવી ક્રશ છે.

`જેન-ઝી' ઑલરાઉન્ડર મેધાવી બિધુરી (MEDHAVI BIDHURI)  થોડા દિવસથી સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. માત્ર લેગ-સ્પિન કે બૅટિંગને કારણે જ નહીં, તેના લુક, સ્ટાઇલ અને ચહેરા પરના સ્મિતે પણ ક્રિકેટપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા છે. તેણે 20મી ઑગસ્ટે ડીપીએલની પહેલી જ મૅચમાં ગયા વર્ષની ચૅમ્પિયન ટીમ સાઉથ દિલ્હી સુપરસ્ટાર્ઝની બે મહત્ત્વની વિકેટ લઈને હલચલ મચાવી દીધી હતી. નવાઈની વાત એ છે કે ગયા વર્ષે ડીપીએલમાં તે સુપરસ્ટાર્ઝ ટીમ વતી રમી હતી અને ફાઇનલમાં તેણે 26 રનમાં ત્રણ વિકેટ લઈને ટીમને ચૅમ્પિયન બનાવી હતી.

`6-7'નો સંકેત આપે છેઃ સર્વત્ર તેની જ ચર્ચા

સેન્ટ્રલ દિલ્હી ક્વીન્સ ટીમની મેધાવી બિધુરીનો જર્સી નંબર `67' છે અને તે મેદાન પર વારંવાર `6-7'ના સેલિબ્રેશન સાથે સૌના દિલ જીતી રહી છે. 20 વર્ષની મેધાવી બિધુરી હાલમાં ભારતીય ક્રિકેટની મોસ્ટ સેન્સેશનલ ક્રિકેટર ગણાય છે. મહિલાઓનો એશિયા કપ શરૂ થવાને હજી અઠવાડિયું બાકી છે એટલે હાલમાં સ્મૃતિ મંધાના કે હરમનપ્રીત કૌર કે રાધા યાદવ વગેરે ભારતીય ખેલાડીઓ કરતાં મેધાવી બિધુરી હાલ સૌથી વધુ ચર્ચામાં છે. ગુરુવારે તેણે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્ઝની નિશિકા સિંહની વિકેટ લીધા પછી પરંપરાગત સ્ટાઇલમાં મુઠ્ઠી વાળીને કે બૂમો પાડીને સેલિબ્રેશન નહોતું કર્યું. તેણે તો `સિક્સ-સેવન' બોલતાં રહીને અલગ જ સ્ટાઇલમાં એ વિકેટની ઉજવણી કરી હતી. પછીથી સાઉથ દિલ્હીની ટીમ દિલ્હી ક્વીન્સ સામેની એ મૅચ 29 રનથી જીતી ગઈ હતી, પણ સોશ્યલ મીડિયામાં ચર્ચા તો મેધાવી બિધુરીની જ થતી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tanvi (@tanz.dgaf)

ડબ્લ્યૂપીએલમાં રજિસ્ટર થઈ હતી

દિલ્હીમાં મેધાવી બિધુરી કંઈ આજકાલ ફેમસ નથી થઈ. તે ઘણા મહિનાઓથી દિલ્હીની ક્રિકેટમાં લોકપ્રિય છે. દિલ્હીના ક્રિકેટ અસોસિયેશને મેધાવી બિધુરીને પોતાની ટોચની રાઇટ-આર્મ લેગ-સ્પિનર્સમાં ગણાવી છે. મહિલાઓની આઇપીએલ તરીકે ઓળખાતી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની 2024ની સીઝન માટેના પ્લેયર્સ-ઑક્શનના લિસ્ટમાં પણ તેનું નામ હતું.

પ્રોફાઇલ મુજબ ગુર્જર જ્ઞાતિની છે

મેધાવી બિધુરીનો જન્મ 2005ની 29મી ઑક્ટોબરે થયો હતો. તે હિન્દુ ગુર્જર (ગુજ્જર) જ્ઞાતિની હોવાનું કેટલાક અહેવાલોમાં જણાવાયું છે. આ જ્ઞાતિના લોકો મોટા ભાગે દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં રહેતા હોય છે.