મુંબઈ: નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ(NSEL) ના રોકાણકારો માટે રાહતમાં સમાચાર આવ્યા છે. જેમાં મુંબઈની વિશેષ PMLA કોર્ટે NSELની ઇડીએ ટાંચમાં લીધેલી રૂપિયા 3464 કરોડ મિલકતો વેચીને ભંડોળ ઉભું કરવા મંજૂરી આપી છે. તેમજ આ રકમમાંથી રોકાણકારોને પ્રથમ તબક્કામાં દાવાની પતાવટ માટે રૂપિયા 1950 કરોડ ચૂકવવામાં આવશે.
રોકાણકારો 13 વર્ષથી નાણાં પરત મેળવવાની રાહ જોઈ રહ્યા હતા
મુંબઈની વિશેષ PMLA કોર્ટે આ આદેશ જાહેર કર્યો હતો. આ નિર્ણયે એવા રોકાણકારોમાં આશા જગાવી છે જેઓ વર્ષ 2013માં પેમેન્ટમાં થયેલી ચૂક (ડિફોલ્ટ) બાદ લગભગ 13 વર્ષથી તેમના નાણાં પાછા મેળવવાની રાહ જોઈ રહ્યા હતા.
Just Look At That Ball By Mayank yadav 149.5 KPH on the speed gun and Rovman Powell’s off-stump cartwheeling! 🤯🎯 Clocking 150 KPH and grabbing 3 WICKETS 🤯⚡️ Mayank Yadav is genuinely terrifying batters.🔥🔥🔥 #INDvsWI https://t.co/RrlpaPEtAZ
— Abcricinfo news (@Dailydosecric) October 10, 2026
સમાધાન યોજનામાં નિર્દિષ્ટ શરતો પૂર્ણ થતા ચુકવણી
અદાલતના આદેશ મુજબ સંપત્તિના વેચાણ દ્વારા એકત્ર કરાયેલી ₹1,950 કરોડ સુધીની રકમ '63 મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડને ચૂકવવામાં આવશે. કંપની આ રકમ સંબંધિત રોકાણકારો ખાસ કરીને નિર્ધારિત લેણદારોના પ્રતિનિધિ તરીકે મેળવશે. નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા મંજૂર કરાયેલી સમાધાન યોજનામાં નિર્દિષ્ટ શરતો પૂર્ણ થશે ત્યારે ચુકવણી કરવામાં આવશે.
5,682 નિર્ધારિત લેણદારોને કુલ રૂપિયા 1,950 કરોડની ચુકવણી
આ યોજના હેઠળ 5,682 નિર્ધારિત લેણદારોને કુલ રૂપિયા 1,950 કરોડની ચુકવણી કરવાની છે. જોકે, જપ્ત કરાયેલી ઘણી સંપત્તિઓ 'મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (MPID) એક્ટ- 1999' હેઠળ પણ જપ્ત કરવામાં આવી હોવાથી ED સંબંધિત સક્ષમ સત્તાધિકારી સાથે પરામર્શ કરીને આ સંપત્તિઓ વેચવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.
🚨🔥 SHERFANE RUTHERFORD FUMES AT THE UMPIRE! 😡 🤯 BIG CONTROVERSY IN THE IND vs WI CLASH! A delivery from Naman Dhir that Rutherford believed was a CLEAR WIDE was not called wide by the umpire! 😤 RUTHERFORD WAS VISIBLY FURIOUS! The West Indies batter made his frustration clear as he questioned the umpire's decision! 🔥 📸 Image Credit: JioStar #INDvsWI
— CricInformer (@CricInformer) October 9, 2026
વધારાની રકમ વિશેષ અદાલતની દેખરેખ હેઠળ રહેશે
આ ઉપરાંત કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો પ્રોપર્ટીના વેચાણમાંથી રૂ. 1,950 કરોડથી વધુ રકમ પ્રાપ્ત થશે તો વધારાની રકમ વિશેષ અદાલતની દેખરેખ હેઠળ રહેશે. આ રકમની અંતિમ પતાવટ કેસની કાનૂની કાર્યવાહીના પરિણામ પર આધારિત હશે.