મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આરોગ્ય સંબંધમાં એફડીએ એક પછી એક મોટી રેસ્ટોરાં-કંપનીઓને ડાયરેક્ટ ટ્રેક પર લાવી દીધી છે ત્યારે મુંઢે પણ સોશિયલ સ્ટાર બની ગયા છે. હંમેશાં ચર્ચામાં રહેનારા તુકારામ મુંઢેને તાજેતરમાં એક વિદ્યાર્થીએ રસપ્રદ અપીલ કરી હતી. વિદ્યાર્થીએ કહ્યું હતું કે તે અને તેના દોસ્ત ઈચ્છે છે કે સ્કૂલમાં ફરી વડા પાંવ મળવાનું શરુ થાય. વિદ્યાર્થીની આ ડિમાન્ડ અને તુકારામ મુંઢેનો જવાબ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે ત્યારે જાણીએ બંને વચ્ચેની વાતચીત.
વડા પાંવ નહીં ખાઓ તો શું થાય?
એફડીએ કમિશનર તુકારામ મુંઢેને વિદ્યાર્થીએ અપીલ કરી હતી કે સર સ્કૂલમાં વડાપાંવ બેન કર્યો છે, પરંતુ હું અને મારા દોસ્તો ઈચ્છીએ છીએ કે એ ફરી શરુ થાય. વિદ્યાર્થીની ડિમાન્ડ પર મુંઢેએ પ્રેમથી કહ્યું હતું કે આપણે વડાપાંવ નહીં ખઈએ તો આપણી જિંદગી રોકાઈ જશે નહીં. વાસ્તવમાં તમે સારું અને પૌષ્ટિક ખાવ તો તમારો વિકાસ થશે. તેમણે વિદ્યાર્થીને પણ સમજાવ્યો હતો કે ફાસ્ટ ફૂડ બાળકો માટે સારું હોતું નથી. ચાઈનીઝ ડિસીસમાં અજીનોમોટોનો ઉપયોગ થાય છે, જે હાનિકારક હોય છે. બાળકો માટે ખાસ કરીને ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ એમ પણ તેમણે ભાર મૂક્યો હતો. એટલું જ નહીં, તેમણે આરોગ્યપ્રદ ખાવાની પણ આદત પાડવાની વાત કરી હતી.
ફાસ્ટ ફૂડ આરોગ્ય માટે સારું નહીં
તુકારામ મુંઢેએ ફાસ્ટ ફૂડના સંભવિત નુકસાન અંગે પણ જાણકારી આપી હતી. તેમણે ચાઈનીઝ ડિશીસમાં અજીનોમોટોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે એમ કરવાથી ખાદ્ય પદાર્થોનું આરોગ્ય માટે સાવધાની રાખવી જોઈએ. તેમણે ખાસ કરીને કહ્યું હતું કે બાળકોને પૌષ્ટિક ફૂડ ખાવાની સાથે પોતાની હેલ્થ પર વિશેષ ધ્યાન આપવા માટે પણ પ્રેરિત કર્યા હતા. બાળકો અને એફડીએ કમિશનરની વચ્ચે થયેલી વાતચીતમાં ખાસ ખાણીપીણીની આદતો અને બાળકોના આરોગ્યને લઈ ચર્ચાનો વિષય બન્યો છે. મુંઢેએ બાળકોની માંગને ફગાવીને સરળ શબ્દોમાં કહ્યું હતું કે ટેસ્ટની સાથે સાથે હેલ્થનું ધ્યાન રાખવાનું જરુરી છે.