Mon Oct 12 2026

Logo

જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક ચાર આતંકીઓ સુરંગ વિસ્ફોટમાં માર્યા ગયા, લશ્કરનો ટોચનો કમાન્ડર પણ સામેલ...

2026-10-12 22:25:57
Author: Chandrakant Kanoja
જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક ચાર આતંકીઓ સુરંગ વિસ્ફોટમાં માર્યા ગયા, લશ્કરનો ટોચનો કમાન્ડર પણ સામેલ...

Indian Army


પુંછ: જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાર કરી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ચાર પાકિસ્તાની આતંકવાદીઓ જમીની સુરંગ વિસ્ફોટમાં માર્યા ગયા હતા. આ માર્યા ગયેલા આતંકીવાદીઓમાં લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર મુહમ્મદ ફૈઝાન પણ સામેલ હતો. 

આતંકીઓ પીઓકેના મંડલા અને મદારપુર વિસ્તારના રહેવાસી 

આ ઉપરાંત માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ મુહમ્મદ ઇશ્તિયાક, મુહમ્મદ વકાસ અને મુહમ્મદ આસિમ તરીકે કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તેઓ  પીઓકે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાની હાજીરા તહસીલના મંડલા અને મદારપુર વિસ્તારોના રહેવાસી હતા.

ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ

આ અંગેના અહેવાલો અનુસાર સોમવારે કૃષ્ણા ઘાટી સેક્ટરના સતવાલ-નાકી વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાની તરફના કેટલાક લોકો ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આ જોરદાર વિસ્ફોટ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સતવાલ-નાકી વિસ્તાર લાંબા સમયથી ઘૂસણખોરીના પરંપરાગત માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. તાજેતરના વર્ષોમાં આતંકવાદીઓએ પણ આ માર્ગે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો છે.