બેઈજિંગ : ચીને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનો ઇનકાર કરીને અમેરિકાને આંચકો આપ્યો છે. ચીને સ્પષ્ટ કર્યું છે કે જો આ બોર્ડ સંયુકત રાષ્ટ્રના નેતુત્વમાં નહી હોય તો તેમાં સામેલ નહી થાય. ચીને આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને તેના મૂળમાં રાખીને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પ્રત્યે પોતાની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા
આ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ચીન હંમેશા સાચા બહુપક્ષીયવાદ પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રને તેના મૂળમાં રાખીને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું નિશ્ચિતપણે રક્ષણ કરશે. ગુઓએ આ નિવેદન ટ્રમ્પના તે નિવેદન પર પ્રતિક્રિયા આપતા આપ્યું હતું જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર ચાલુ રહેવું જોઈએ.પરંતુ તેમનું પ્રસ્તાવિત 'બોર્ડ ઓફ પીસ' કદાચ સંગઠનનું સ્થાન લઈ શકે છે.
ચીને શાંતિ બોર્ડના મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું
ચીને વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ગમે તેટલી બદલાય ચીન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય કાયદા પર આધારિત સિસ્ટમ અને યુએન ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતો પર આધારિત આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળભૂત ધોરણોનું રક્ષણ કરશે. ચીને પુષ્ટિ કરી છે કે તેને યુએસ તરફથી શાંતિ બોર્ડમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું ટ્રમ્પ સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં શાંતિ બોર્ડને ઔપચારિક બનાવવા માટે હસ્તાક્ષર સમારોહનું આયોજન કરશે. ત્યારે ચીની પ્રતિનિધિ હાજરી આપશે. ત્યારે ગુઓએ કહ્યું કે ચીને શાંતિ બોર્ડના મુદ્દા પર પોતાનું વલણ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે.
અત્યાર સુધીમાં અમુક નેતાઓએ હાજરી આપવા માટે આમંત્રણો સ્વીકાર્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દાવોસમાં "શાંતિ બોર્ડ" ની જાહેરાત કરવાની યોજના ધરાવે છે. જે ગાઝામાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ વિરામની દેખરેખ રાખશે. જેમાં અત્યાર સુધીમાં અમુક નેતાઓએ હાજરી આપવા માટે આમંત્રણો સ્વીકાર્યા છે. જેમાં ઘણા મુખ્ય યુરોપિયન દેશોએ ઇનકાર કર્યો છે અથવા કોઈ પ્રતિબદ્ધતા વ્યક્ત નથી કર. ચીને સ્પષ્ટ કહ્યું છે કે તે યુએનની બહાર કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થામાં ભાગ લેશે નહીં.