દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
પીએમ મોદીએ કહ્યું, પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું છે, લોક શકિતનો વિજય
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીત તરફ અગ્રેસર છે. તેવા સમયે પીએમ મોદીએ ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરી છે. આ અંગે તેમણે એકસ પર લખ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું છે! 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી હંમેશા યાદ રાખવામાં આવશે. લોકોની શક્તિનો વિજય થયો છે અને ભાજપની સુશાસનની રાજનીતિ વિજયી બની છે.
પશ્ચિમ બંગાળમાં ચાલુ મતગણતરીએ ભવાનીપુરમાં વિવાદ, મમતા બેનર્જી મત ગણતરી સેન્ટર પહોંચ્યા
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં 12મા રાઉન્ડની મતગણતરી દરમિયાન વિવાદ સર્જાયો હતો. જેમાં લાંબા સમય સુધી પરિણામો અપડેટ કરવામાં આવ્યા ન હતા. જેની બાદ મમતા બેનર્જી મત ગણતરી સેન્ટરે પહોંચ્યા હતા. તેમજ ભાજપ નેતા સુવેન્દુ અધિકારી પહોંચ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં ચાલુ મતગણતરીએ ભવાનીપુરમાં વિવાદ, મમતા બેનર્જી મત ગણતરી સેન્ટર પહોંચ્યા
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં 12મા રાઉન્ડની મતગણતરી દરમિયાન વિવાદ સર્જાયો હતો. જેમાં લાંબા સમય સુધી પરિણામો અપડેટ કરવામાં આવ્યા ન હતા. જેની બાદ મમતા બેનર્જી મત ગણતરી સેન્ટરે પહોંચ્યા હતા. તેમજ ભાજપ નેતા સુવેન્દુ અધિકારી પહોંચ્યા હતા.
પશ્ચિમ બંગાળના વલણોમાં ભાજપની જીત નિશ્ચિત, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો વિડીયો વાયરલ
પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. જેમાં હાલ ચૂંટણીના વલણો ભાજપની સ્પષ્ટ બહુમતી જોવા મળી રહી છે. તેમજ ટીએમસીની હાર જોવા મળી રહી છે. જોકે, આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ચૂંટણી પૂર્વેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
દેશમાં રાજકીય ચિત્ર બદલાયું, 21 રાજયોમાં ભાજપ- એનડીએની સરકાર
પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ સરકારની જીત લગભગ નિશ્ચિત છે. જેમાં વર્ષ 2014માં માત્ર આઠ રાજ્યોમાં સીમિત ભાજપ અને એનડીએની જીત સાથે 21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સુધી વિસ્તરશે. જેના દેશનું રાજકીય સમગ્ર ચિત્ર બદલાઈ રહ્યું છે.
ત્રિપુરા અને નાગાલેન્ડની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય
ગુજરાત સહિત ત્રિપુરા અને નાગાલેન્ડની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. ત્રિપુરાની ધરમનગર બેઠક પર ભાજપના ઉમેદવાર જે ચક્રવર્તીએ 18,290 મતથી વિજય મેળવ્યો હતો. નાગાલેન્ડની કોરિડાંગ બેઠક પર ભાજપના ડી આઈ ઈમચેન 3123 મતથી વિજેતા બન્યા હતા.
બપોરે 2 વાગ્યા સુધીનું 5 રાજ્યમાં ચૂંટણી ચિત્ર
તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. બપોરે 2 કલાકની સ્થિતિ મુજબ, પશ્ચિમ બંગાળમાં 293 વિધાનસભા બેઠક પૈકી ભાજપ 195, ટીએમસી 93 અને અન્ય 5 સીટ પર આગળ છે. 234 સીટ ધરાવતી તમિલનાડુ વિધાનસભામાંમાં ટીવીકે 109, ADMK 66 અને DMK 59 સીટર પર આગળ છે. 126 ધારાસભ્ય ધરાવતી આસામમાં ભાજપ 97, કોંગ્રેસ 27 અને અન્ય 2 બેઠક પર આગળ છે. કેરળમાં 140 બેઠક પૈકી UDF 100, LDF 37, ભાજપ 3 પર આગળ છે. પુડ્ડુચેરીમાં ભાજપ 12, કોંગ્રેસ 2 અન્ય 3 સીટ પર આગળ છે. પુડ્ડુચેરીમાં વિધાનસભાની 30 બેઠક છે.
ચૂંટણી પરિણામ 2026: જુઓ બપોરના 12 વાગ્યાના ટ્રેન્ડ
દેશના 5 રાજ્યોના ચૂંટણી પરિણામોમાં આજે ભારતીય જનતા પાર્ટી અને અભિનેતા વિજયની પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ 173 બેઠકો સાથે બહુમતી તરફ છે, જ્યારે TMC 90 પર લીડમાં છે. તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયની TVKને 109 બેઠકો પર લીડ મેળવીને DMK અને AIADMK ના ગઢ હચમચાવ્યા છે. આસામ અને પુડુચેરીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સત્તા જાળવી રાખવા તરફ છે. આ સાથે કેરળમાં UDF 96 બેઠકો પર લીડમાં ચાલી રહી છે. સૂત્રો કહી રહ્યાં છે કે, UDF ફરી સત્તામાં આવી શકે છે. બપોર સુધીના ટ્રેન્ડ્સ મુજબ બંગાળ અને તમિલનાડુમાં ઐતિહાસિક સત્તા પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ભવાનીપુર બેઠક પર મમતા 8482 મતોથી આગળ
ભવાનીપુરઃ પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર ફરી એકવાર મમતા બેનર્જી લીડમાં આવી ગયાં છે. આ બેઠક પર 2 રાઉન્ડમાં સુવેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યાં હતી. જોકે, ત્રીજા અને ચોથા રાઉન્ડમાં મમતા બેનર્જી લીડમાં આવી ગયાં છે. આ બેઠક માટે મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે.
વલણમાં આસામમાં ભાજપ સરકાર બનાવવાની નજીક, બંગાળમાં મમતા બેનર્જી પાછળ
આસામના શરૂઆતી વલણોમાં ભાજપ સરકાર બનાવવાની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે. અહીં ભાજપ 61 બેઠકો પર અને કોંગ્રેસ માત્ર નવ બેઠકો પર સરસાઈ ધરાવે છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પોતાની બેઠક ભવાનીપુર પર પાછળ ચાલી રહ્યા છે. તેમને ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી તરફથી ટક્કર મળી રહી છે.
મતગણતરી શરૂ થઈ
5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના સૌથી પહેલા વલણો સામે આવ્યા છે. ઉત્તર બંગાળથી પ્રથમ ટ્રેન્ડ જોવા મળ્યો છે. ચોપરા અને ઈસ્લામપુર બેઠક પરથી TMC આગળ ચાલી રહી છે, જ્યારે માથાબાંગા-અલીપુરદ્વાર બેઠક પરથી BJP આગળ છે. શરૂઆતમાં 12 બેઠકોના વલણો સામે આવ્યા છે, જેમાં ભાજપ 8 બેઠકો પર અને TMC 4 બેઠકો પર આગળ છે. અસમથી પણ મતગણતરી બાદ પ્રથમ વલણ સામે આવ્યું છે. અહીં ચારેય પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસે હજુ સુધી એક પણ બેઠક પર સરસાઈ મેળવી નથી.
5 રાજ્યની વિધાનસભા, ગુજરાતની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીના પરિણામો થશે જાહેર
તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સહિત ગુજરાતના આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી આજે થશે. પાંચ રાજ્યોનું બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

