Mon Sep 14 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 31 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-31 07:28:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 31 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-31 21:49:57

પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં મળ્યા અને મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમજ  રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી હતી.

2026-08-31 21:14:52

શ્રી રામ જન્મભૂમિ  ટ્રસ્ટની 2 સપ્ટેમ્બરના રોજ બેઠક, સીઇઓના નામની થઇ શકે છે જાહેરાત

અયોધ્યાના રામ મંદિરના દાન ચોરી બાદ સમગ્ર ટ્રસ્ટ વ્યવસ્થાપનમાં મોટા પાયે બદલાવ કરવામાં આવી રહ્યો છે. જેમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠક 2 સપ્ટેમ્બરના રોજ મણિરામ દાસ છાવની ખાતે યોજાવાની છે. આ બેઠક દરમિયાન ટ્રસ્ટની વહીવટી અને વ્યવસ્થાપન વ્યવસ્થા અંગે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.

2026-08-31 21:06:27

લિયોનેલ મેસ્સીએ નિવૃત્તિની કરી જાહેરાત!

ફૂટબોલના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીએ આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આર્જેન્ટિનાની જર્સીમાં તેમની ઐતિહાસિક અને શાનદાર સફર હવે પૂર્ણ થશે.

2026-08-31 19:40:21

એર ઈન્ડિયાની ફલાઇટમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાની સાઉદી અરેબિયાના દમામથી નવી દિલ્હી આવી રહેલી ફ્લાઇટને બોમ્બની ધમકી મળી હતી. તેની બાદ તેનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં એક ક્રૂ મેમ્બરને અંગ્રેજીમાં "BOMB" લખેલું ટીશ્યુ પેપર પર મળી આવ્યું હતું.

2026-08-31 19:02:44

નેપાળના વિનાશક પૂર અંગે નવું કારણ પ્રકાશમાં આવ્યું, ગ્લેશિયર લેક ફાટવાની વાત નકારી

તિબેટમાં સર્જાયેલી કુદરતી હોનારત બાદ નેપાળમાં આવેલા વિનાશક પૂર અંગે અનેક કારણો પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક કારણ ભૂકંપના લીધે ગ્લેશિયર લેક ફાટવાનું માનવામાં આવતું હતું.જોકે, યુએસ જીઓલોજિકલ સર્વેએ સ્પષ્ટતા કરી કે વાસ્તવિકતા ખરેખર વિપરીત છે. તેમજ હાલમાં પ્રકાશમાં આવેલા કારણ મુજબ  ગ્લેશિયર તૂટતા ભૂકંપ આવ્યો હતો. જેના લીધે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો.

2026-08-31 17:52:27

તિબેટ -નેપાળમાં  વિનાશક પૂર બાદ યુએનની ચેતવણી, હિન્દુ કુશ-હિમાલય ક્ષેત્ર માટે મોટો ખતરો

તિબેટ અને નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં 900 થી વધુ લોકોના મોત થયા છે. તેમજ 4000 થી વધુ લોકો ગુમ છે. જેની બાદ હવે યુએન દ્વારા નિવેદન આપવામા આવ્યું છે. જેમાં કહ્યું છે કે ક્લાઇટમેટ ચેન્જ હિન્દુ કુશ-હિમાલય ક્ષેત્ર માટે મોટો ખતરો છે.

2026-08-31 17:05:30

ભારતમાં આર્થિક મોરચે સારા સમાચાર, પ્રથમ ક્વાર્ટરમાં 7.8 ટકાનો વિકાસ દર નોંધાયો

દેશમાં આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. જેમાં વર્ષ 2027ના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8નો વિકાસ દર નોંધાયો છે. તેમજ એપ્રિલથી જુલાઈના ત્રિમાસિક ગાળામાં રાજકોષીય ખાધ પણ ઘટીને 26.8 ટકા થઈ છે.

2026-08-31 16:37:50

દેશમાં સોના-ચાંદી પરની આયાત ડ્યુટીમાં ઘટાડાના સંકેત

દેશમાં સરકાર દ્વારા સોના-ચાંદી પરની આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે, તેની બજારમાં કોઇ ખાસ અસર જોવા નથી મળી જેના પગલે સરકારે હવે આયાત ડ્યુટી ઘટાડવાની વિચારણા કરવા જઇ રહી છે.

2026-08-31 14:11:32

ભાયલી દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટે આપ્યો ચુકાદો

બે વર્ષ પહેલા બીજા નોરતાએ બનેલી ઘટનામાં વડોદરાના ભાયલી દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટે ચુકાદો આપ્યો હતો. તમામ 5 આરોપીઓને આજીવન કેદની સજા તથા તમામને રૂ.10 લાખનો દંડ ફટકારાયો હતો.

2026-08-31 12:23:58

ભાવનગર લઠ્ઠાકાંડના 14 આરોપીને જેલ હવાલે કરાયા

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં 21 આરોપીઓ સામે કાર્યવાહી ચાલી રહી છે. SMC દ્વારા ધરપકડ કરાયેલા ગૌતમ સોલંકી અને રઈસ અંસારી સહિત 14 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે તમામ 14 આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

2026-08-31 11:50:54

જૂનાગઢના ઉપરકોટમાં દીપડાના આંટાફેરા

દીપડાના આંટાફેરાના કારણે જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો સુરક્ષાના ભાગરૂપે મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા બે પાંજરા મુકવામાં આવ્યા છે. તેમજ વિવિધ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.

2026-08-31 11:05:08

નેપાળ પૂરનો મૃત્યુઆંક 900ને પાર

નેપાળ પૂરનો મૃત્યુઆંક 903 પર પહોંચ્યો છે. નેપાળ નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

2026-08-31 10:16:33

ધ્રોલમાં 16 વર્ષના કિશોરનો હાર્ટ એટેકે લીધો ભોગ

જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ મકવાણાના 16 વર્ષીય પુત્ર પોન્ટીંગનું  હાર્ટ એટેકથી મોત થયું હતું. જેના કારણે  પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

2026-08-31 08:32:44

શ્રાવણના ત્રીજા સોમવારે શિવાલયોમાં ઉમટ્યાં શ્રદ્ધાળુઓ

આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવારે છે. ત્રીજા સોમવારે સોમનાથ સહિત રાજ્યના તમામ શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં છે અને હર હર મહાદેવના નારા લગાવી રહ્યા છે.

2026-08-31 07:32:35

દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે દેશના 18 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાવાની સાથે ગાજવીજની સંભાવના છે. ઉપરાંત 40 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.