Tue Sep 01 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 29 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-29 07:12:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 29 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-29 20:23:56

સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર પીએનજી પાઇપલાઇનમાં ગળતર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પરથી પસાર થતી પીએનજી (પાઇપ્ડ નેચરલ ગેસ) પાઇપલાઇનમાં શનિવારે સાંજે લીકેજ જોવા મળ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દૌલતાબાદ પોલીસ સ્ટેશનની હદ હેઠળના ટકલેવાડી શિવરમાં સાંજે ૬.૧૫ વાગ્યે લીકેજની જાણ કરવામાં આવી હતી. પાઇપલાઇન વાલ્વ બંધ કરી દેવામાં આવ્યા છે. આ દરમ્યાન એક્સપ્રેસ-વે પર ટ્રાફિક ચાલુ જ રાખવામાં આવ્યો હતો.

2026-08-29 13:34:34

રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે દિપ્તીબેન સોલંકીની નિમણૂક

રાજકોટ મહાનગરપાલિકામાં રાજકીય સમીકરણો અને સંગઠનની મજબૂતીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વોર્ડ નં. 16ના સક્રિય અને લડાયક કોર્પોરેટર શ્રીમતી દીપ્તિબેન સોલંકીની રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે.  સ્થાનિક સ્તરે નાગરિકોના પ્રશ્નો, પાણી, ગટર, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ જેવા મુદ્દાઓ પર સતત અવાજ ઉઠાવવા માટે તેઓ જાણીતા છે

2026-08-29 11:28:29

અમદાવાદના નરોડા GIDCમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદના નરોડા જીઆઈડીસી ફેઝ-3ના પ્લોટ નંબર 28 સ્થિત કંપનીમાં  ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 7 ગાડીઓ તાબડતોબ સ્થળ પર પહોંચી છે અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

2026-08-29 10:03:08

સુરતને દિવાળી આસપાસ મેટ્રોની ભેટ મળશે

સુરતમાં ટૂંક સમયમાં મેટ્રો સેવા શરૂ થઈ શકે છે. ડ્રીમસિટીથી અલથાણ વચ્ચે નવેમ્બરથી મેટ્રો ટ્રેન દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ટ્રાયલ રન સફળ થયા બાદ બાકીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ચોકબજારથી સ્ટેશન વિસ્તાર વચ્ચે અંડરગ્રાઉન્ડ ટનલનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ જોતા દિવાળી આસપાસ સુરતને મેટ્રોની ભેટ મળવાની શક્યતા છે.

2026-08-29 08:14:20

નેપાળ રેસ્ક્યુ ઓપરેશનમાં વરસાદનું વિઘ્ન

નેપાળ રેસક્યુ ઓપરેશનમાં વરસાદનું વિઘ્ન આવ્યું છે. વરસાદના કારણે હેલિકોપ્ટર ઉડાન ન ભરી શકતાં બચાવ કામગીરી અટકી ગઈ છે.

2026-08-29 07:13:02

દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યમાં ક્યાંય વરસાદી ઝાપટા નહીં

ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો નથી. ઘણા વિસ્તારો માં માત્ર છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આ તમામ તાલુકા દક્ષિણ ગુજરાતના હતા. કપરાડામાં સૌથી વધુ 0.31 ઇંચ વરસાદ વરસ્યો હતો.