મુંબઈઃ કરીના કપૂરની આવનારી નવી ફિલ્મ 'દાયરા'નું ટ્રેલર લૉંચ થઈ ગયું છે. ટ્રેલરમાંથી સ્પષ્ટ થાય છે કે, ફિલ્મમાં મહત્ત્વના બે કેસની તપાસ થઈ રહી છે. કરીના કપૂર એક પોલીસ ઓફિસરના રોલમાં છે. આ ફિલ્મમાં કરીના સાથે પૃથ્વીરાજ સ્ક્રિન શૅર કરી રહ્યો છે. હવે આ બન્ને કેસ એક જ છે કે, જુદા જુદા એ ફિલ્મ રિલીઝ થયા બાદ ખ્યાલ આવશે. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મની ફેન્સ રાહ જોઈને બેઠા હતા. આ ફિલ્મ સત્ય ઘટનાથી પ્રેરિત છે અને મેઘના ગુલઝારે તૈયાર કરી છે. ફિલ્મ પ્રમોશન દરમિયાન કરીનાના સ્ટાઈલીશ લૂકે ફેન્સનું ઘ્યાન ખેંચ્યું હતું.
ગુસ્સે થઈ ગઈ કરીના
ટ્રેલર લૉંચ વખતે થયું એવું કે, કરીના પાપારાઝીથી નારાજ થઈ ગઈ હતી. 'દાયરા'ના ટ્રેલર લૉંચ વખતેનો એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કરીના ફિલ્મની ટીમ સાથે પાપારાઝી સામે પોઝ આપી રહી છે. અલગ-અલગ પોઝ માટે પાપારાઝી એમને વારંવાર આગળ પાછળ થવા માટે કહી રહ્યા છે. આ કારણે કરીનાને ગુસ્સો આવ્યો હતો.
કરીનાએ કહ્યું કે, 'કભી ઈધર, કભી ઉઘર...હિલ્સ પહની હૈ મૈંને...' ઈવેન્ટ દરમિયાન એનો થોડી ક્ષણ માટે તો મૂડ ઓફ થઈ ગયો હતો. આ ફિલ્મ તા.18 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં કરીના કપૂર સાથે પૃથ્વીરાજ સુકુમાર લીડ રોલ પ્લે કરે છે. એમની સાથે વિશ્વપતિ સરકાર, જિતેન્દ્ર જોશી, કંવલજીત સિંહ અને પ્રગતિ મિશ્રા પણ જોવા મળશે. સીમા અગ્રવાલ અને યશ કેશવાનીએ સાથે મળીને સમગ્ર ફિલ્મની સ્ટોરી લખી છે.
અલગ અલગ કિસ્સાની સ્ટોરી
આ ફિલ્મમાં કરીના DCP અજુની કોહલીનું પાત્ર પ્લે કરી રહી છે. જ્યારે પૃથ્વીરાજ ડીસીપી રમન કુમારનો રોલ પ્લે કરી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી વર્ષ 2019માં બનેલા હૈદરાબાદના કિસ્સા પરથી લેવામાં આવી છે, જોકે મેઘનાએ સ્પષ્ટ કર્યું હતું કે, આ ફિલ્મની વાર્તા કોઈ એક જ કિસ્સા પર આધારિત નથી.
અન્ય કિસ્સાઓને પણ જોડવામાં આવી રહ્યા છે. પણ ટ્રેલર પરથી ચોક્કસ ખ્યાલ આવતો નથી કે, આખરે કેટલાક કેસની તપાસ કઈ દીશામાં થઈ રહી છે. ડિપાર્ટમેન્ટના જ કોઈ અધિકારી સામે તપાસ ચાલી રહી છે કે, ખરેખર કોઈ ક્રિમિનલની શોધ થઈ રહી છે. સ્ટોરી લખતી વખતે અલગ અલગ કિસ્સાઓને ધ્યાને લેવામાં આવ્યા હોવાનું મેકર્સનું કહેવું છે.