દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
નેપાળે ચીન અમેરિકા અને ભારત પાસે કરી કલાઈમેન્ટ કોમ્પેનશેસનની માંગ
નેપાળે 26 ઓગષ્ટના રોજ આવેલા વિનાશક પૂર માટે કલાઈમેન્ટ કોમ્પેનશેસન માંગ્યું છે. આ અંગે નેપાળના વિદેશ પ્રધાન શિશિર ખાનલે જણાવ્યું છે કે નેપાળનો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ન્યૂનતમ ફાળો છે છતાં જળવાયુ સંકટની માટે ભારે કિંમત ચૂકવી રહ્યું છે. નેપાળે ચીન, અમેરિકાને ભારત પાસે આર્થિક રીતે કલાઈમેન્ટ કોમ્પેનશેસનની માંગ કરી છે.
પાકિસ્તાની ટીમના પતન અને ખેલાડીઓની હકાલપટ્ટી બાદ મિસબાહના બે હોદ્દા પરથી રાજીનામા
ઇંગ્લૅન્ડમાં પાકિસ્તાનની ટેસ્ટ ટીમ સતત બીજી ટેસ્ટ હારી જતાં બ્રિટિશ ટીમે ત્રણ મૅચની સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી તેમ જ આ પરાજયના આઘાત બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમમાંથી રિઝવાન, ઇમામ ઉલ હક, સલમાન અલી આગા સહિત સાત ખેલાડીઓને કાઢી મૂક્યા એને પગલે ભૂતપૂર્વ કૅપ્ટન મિસબાહ-ઉલ-હકે સિલેક્શન કમિટીમાંથી રાજીનામું આપી દીધું હોવાનો અહેવાલ મળ્યો હતો. મિસબાહે લાહોરની નૅશનલ ક્રિકેટ ઍકેડેમીના બૅટિંગ-ક્નસલ્ટન્ટના પદ પરથી પણ રાજીનામું આપી દેવાનું નક્કી કર્યું છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપના વરિષ્ઠ નેતાના નિવેદનથી રાજકારણ ગરમાયું, કહ્યું બોલ સ્પીડથી નીચે આવી રહ્યો છે
ઉત્તર પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા કૌશલ કિશોરની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. તેમની પોસ્ટ બાદ રાજકીય વર્તુળમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. તેમણે કહ્યું હતું કે બોલ જેટલો ઉપર જઇ શકે તેટલો ગયો છે. હવે બોલ સ્પીડથી નીચે આવી રહ્યો છે તેની ગતિ રોકી શકાય તેમ નથી.
રશિયા-ચીન અને ભારતના ગઠબંધનની ચર્ચાથી અમેરિકાની ચિંતા વધી
બિશ્કેકમાં યોજાયેલી 26મી SCO સમિટના સમાપન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનથી નવી દિલ્હી જવા રવાના થયા છે. આ સમિટના એક ખાસ ફોટોએ સમગ્ર વિશ્વને વિચારતા કરી દીધા છે. જેમાં પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંને સાથે મુલાકાત કરી હતી. ત્યારે ત્રણ દેશો વચ્ચે ગઠબંધનની ચર્ચાએ અમેરિકાની ચિંતામાં વધારો કર્યો છે.
NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ
દિલ્હી સહિત સમગ્ર દેશમાં NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ પોલીસે તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કલમ 142નો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ વિરુદ્ધ નોંધાયેલી એફઆઇઆર રદ કરવાનો આદેશ આપ્યો છે.
SCO સમિટમાં મોદીનો મોટો દાવ
SCO સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ જિંગપિંગ સાથે હાથ મિલાવ્યો હતો પણ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફથી અંતર રાખ્યું હતું. ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ બાદ ભારત-ચીનના સંબંધો પર વિશ્વના મોટાભાગના દેશની નજર રહેલી છે. આ મુલાકાતને લઈને ચીન અને ભારતના સંબંધોમાં ફરી મીઠાશ આવે એવું બન્ને દેશના વડાની વર્તણૂંક પરથી લાગે છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં આયોજિત SCO ની આંતરરાષ્ટ્રીય બેઠકમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ પણ આવ્યા હતા. પણ મોદીએ એમનાથી અંતર રાખ્યું હતું.
ભારતના શસ્ત્રોમાં થશે નોંધપાત્ર વધારો
રશિયાએ ભારતને એરફોર્સ માટે વધારાના 5 એવા S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપવા માટે તૈયારી બતાવી છે. ભારતીય વાયુ સેનામાં આ શક્તિશાળી મિસાઈલ સિસ્ટમને સુદર્શન એવું નામ આપવામાં આવ્યું છે. ઑપરેશન સિંદૂર વખતે પાકિસ્તાન તરફથી આવતા હુમલાને આ જ મિસાઈલ સિસ્ટમને નિષ્ફળ બનાવ્યા હતા. એ હુમલાઓને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. હવે ભારતીય વાયુ સેના માટે આ સિસ્ટમની ખરીદી કરવામાં આવશે.
PMએ BRICS માટે રશિયાને આમંત્રણ આપ્યું, બે દેશના વડા વચ્ચે મહત્ત્વની ટૂંકી મુલાકાત
કિર્ગિસ્તાનમાં SCO સમિટમાં પીએમ મોદી, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ હાજરી.હવે દેશના વડા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણ કરી મહત્ત્વના નિર્ણય લેશે. આ મુલાકાતને સૌથી મોટી અને મહત્ત્વની માનવામાં આવી રહી છે. દ્વિપક્ષીય બેઠકમાં યુક્રેન યુદ્ધ સહિત વૈશ્વિક પરિસ્થિતિઓ અને ભારત-રશિયા સંબંધો પર ચર્ચા થઈ. મોદીએ પુતિનને કહ્યું- દુનિયાએ ક્યારેય ન સમાપ્ત થનારા યુદ્ધોથી આગળ વધીને તેમને સમાપ્ત કરવાની દિશામાં પ્રયાસ કરવો જોઈએ