દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
દુલીપ ટ્રોફીઃ રિન્કુની હાફ સેન્ચુરી, શમીની બે વિકેટ
બેંગ્લૂરુઃ ચાર-દિવસની દુલીપ ટ્રોફી સેમિ ફાઇનલમાં ઈસ્ટ ઝોન સામે રવિવારે આઇપીએલના ચૅમ્પિયન-કૅપ્ટન રજત પાટીદારના સુકાનમાં સેન્ટ્રલ ઝોનની ટીમ 266 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. એમાં એકમાત્ર રિન્કુ સિંહ (60 રન, 88 બૉલ, આઠ ચોગ્ગા)ની હાફ સેન્ચુરી હતી. ખુદ પાટીદાર 12 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ટેસ્ટ-ઑલરાઉન્ડર સારાંશ જૈન સેન્ટ્રલ ઝોનની ટીમમાં છે. ઈસ્ટ ઝોનના પેસ બોલર મોહમ્મદ શમીએ 42 રનમાં બે વિકેટ લીધી હતી. જોકે મુકેશ કુમાર (56 રનમાં ત્રણ) અને અભિજીત સરકાર (38 રનમાં ત્રણ) ટીમના સૌથી સફળ બોલર હતા. બીજી સેમિ ફાઇનલમાં પેસ બોલર વિદવથ કેવરપ્પાની ચાર વિકેટને કારણે 195 રનમાં આઉટ થઈ ગઈ હતી અને ત્યાર બાદ સાઉથ ઝોને 40 રનમાં બે વિકેટ ગુમાવી હતી.

એશિયા કપમાં થાઇલૅન્ડને ભારતનો 160 રનનો લક્ષ્યાંક
મહિલાઓની ટી-20 એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારતે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 159 રન બનાવીને થાઈલૅન્ડને જીતવા 160 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો છે. ભારતીય ટીમમાં એકમાત્ર શેફાલી વર્મા (64 રન, 36 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર)ની હાફ સેન્ચુરી હતી. વિકેટકીપર રિચા ઘોષ શૂન્યમાં આઉટ થઈ હતી, જ્યારે ચાર ભારતીય બૅટરના સિંગલ ડિજિટમાં રન હતા. સુલીપોર્ન લાઓમી નામની લેગ-સ્પિનરે બે બૉલમાં બે વિકેટ સહિત કુલ ત્રણ વિકેટ મેળવી હતી.
ભારતની મહિલા ટીમનો ધબડકો, નવ બૉલમાં ત્રણ વિકેટ ગુમાવી
મહિલાઓની ટી-20 એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારતે થાઇલૅન્ડ સામે સારી શરૂઆત કર્યા બાદ અને પહેલી 10 ઓવરમાં 101 રન બનાવ્યા બાદ ધબડકો જોવો પડ્યો. 13મી ઓવરને અંતે ભારતનો સ્કોર 5/112 હતો. કૅપ્ટન હરમનપ્રીત કૌર સહિત ત્રણ વિકેટ ભારતે માત્ર નવ બૉલમાં ગુમાવી દીધી હતી. ઓપનર શેફાલી વર્મા 36 બૉલમાં બનાવેલા 64 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. સુલીપોર્ન લાઓમી નામની લેગ-સ્પિનરે બે બૉલમાં બે વિકેટ સહિત કુલ ત્રણ વિકેટ મેળવી હતી. બીજી ઓપનર સ્મૃતિ મંધાના 19 રન બનાવ્યા બાદ રનઆઉટ થઈ હતી. વિકેટકીપર રિચા ઘોષે પહેલા જ બૉલ પર વિકેટ ગુમાવી દીધી હતી.
એશિયા કપમાં ભારતના 10.10ની સરેરાશે રન, બે વિકેટે 101
દુબઈમાં મહિલાઓ માટે શરૂ થયેલી ટી-20 એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મૅચ થાઇલૅન્ડ સામે રમાય છે જેમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતે બૅટિંગ મળ્યા પછી પહેલી 10 ઓવરમાં 10.10ની સરેરાશે રન બનાવ્યા છે. 10મી ઓવરને અંતે ભારતનો સ્કોર બે વિકેટે 101 રન હતો જેમાં નૉટઆઉટ શેફાલી વર્માના 59 રન હતા. તેણે 29 બૉલની ઇનિંગ્સમાં ત્રણ છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા છે. વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના 19 રન અને પ્રતીકા રાવલ બાવીસ રન બનાવીને આઉટ થઈ હતી.

અંકિત બાલિયનની હત્યા કેસમાં બે શાર્પ શૂટરની ઓળખ, પોલીસે પકડવા તજવીજ હાથ ધરી
ઉત્તર પ્રદેશના શામલીમાં હરિયાણવી ગાયક અંકિત બાલિયનની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પોલીસે તપાસ દરમિયાન બે શાર્પ શૂટર કરનાલના રહેવાસી આર્યન અને સત્યમની ઓળખ કરી છે. આ બંને શાર્પ શૂટર હત્યા કર્યા બાદ ગપત થઈને સોનીપત ભાગી ગયા હતા.
બેંગલુરુ ISIS આતંકવાદી ષડયંત્ર કેસમાં સૈયદ ફસીઉર રહેમાનને સાત વર્ષની કેદની સજા
દેશમાં બેંગલુરુ અલ-હિંદ આઇએસઆઈએસ(ISIS)આતંકવાદી ષડયંત્ર કેસમાં એનઆઈએ ની એક ખાસ કોર્ટે સૈયદ ફસીઉર રહેમાનને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમજ રૂપિયા 48,000 નો દંડ ફટકાર્યો છે. આ તપાસમાં આઈએસઆઈએસ મોડ્યુલ માટે કાવતરું અને તાલીમ સંબંધિત અનેક આરોપો પ્રકાશમાં આવ્યા હતા.
સાયપ્રસથી તુર્કીયે જતી બોટ દરિયામાં ડૂબી, 267 માંથી 159 લોકોને બચાવાયા
મધ્ય પૂર્વના દેશ સાયપ્રસના કાયરેનિયા બંદરથી તુર્કીયેના તાસુકુ માટે રવાના થયેલી એક પેસેન્જર બોટ દરિયામાં અચાનક પલટી હતી. આ બોટમાં 267 લોકો સવાર હતા.જોકે, બચાવ દળોએ બપોર સુધીમાં 159 લોકોને બચાવી લીધા છે. તેમજ આ દુર્ઘટનાના પગલે તુર્કીયેના વિજય દિનની ઉજવણીના તમામ સરકારી અને જાહેર કાર્યક્રમો તાત્કાલિક રદ કરવામાં આવ્યા હતા.
દેશના વધુ એક રાજ્યમાં ઓપરેશન લોટસની તૈયારી, મમતા બેનર્જીને લાગશે આંચકો
દેશમાં વધુ એક રાજ્યમાં ઓપરેશન લોટસનું ચર્ચાએ જોર પકડયું છે. તેમજ તેમાં મમતા બેનર્જીને ફટકો પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં મેઘાલયમાં યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીના 12 ધારાસભ્યોમાંથી નવ અને તૃણમૂલ કોંગ્રેસના ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.
સોનમ વાંગચુકનું અભિજીત દીપકે અને તેમના સાથીઓ અંગે મોટું નિવેદન, કહ્યું તે કોઇ સંત નથી
સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે અને કોર ટીમના સભ્યો સૌરવ દાસ અને આશુતોષ રંકા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોઇ એવા સંત નથી કે તેમને કશું નથી જોઇતું. તેમની રાજકીય મહત્વકાંક્ષા હશે તેમાં કશું ખોટું નથી. પરંતુ મંચની પવિત્રતા જળવાઇ રહેવી જોઇએ.
ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે રોડ કનેક્ટિવિટી મજબૂત બનશે, નેશનલ હાઇવે 47 નો ફોર લેન તૈયાર
ગુજરાત અને પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ વચ્ચે રોડ કનેક્ટિવિટી વધુ મજબૂત બનવા જઇ રહી છે. જેમાં નેશનલ હાઇવે -47 નો ફોર લેન જે ઇન્દોરથી ઝાબુઆ થઈને ગુજરાત સરહદ સુધી જાય છે પૂર્ણ થઈ ગયો છે.જેના લીધે ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરો વચ્ચે મુસાફરીનો સમયમાં ઘટાડો થશે.
સુરત પાસે નેશનલ હાઈવે-48 બ્રિજ તોડવાનું કામ શરૂ, ટ્રાફિક ડાઈવર્ટ કરાયો
નેશનલ હાઈવે-48 પર માંગરોળના સાવા-નંદાવ બ્રિજને તોડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. વર્ષ 2021માં ખુલ્લો મુકાયેલો આ બ્રિજ માત્ર 5 વર્ષમાં જ જોખમી બનતાં તંત્રએ તોડવાનો નિર્ણય કર્યો હતો. હવે સુરક્ષાના પાસા સાથે સુરતનો વધુ એક બ્રિજ તૂટવા માટે જઈ રહ્યો છે. બંને તરફ સર્વિસ રોડને RCC કરી ટ્રાફિક ડાયવર્ટ કરીને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બ્રિજ બનાવનાર હરિયાણાની કંપનીને બ્લેકલિસ્ટ કરી ડિપોઝિટ જપ્ત કરાઈ હતી.
જો રૂટે રચ્યો ઇતિહાસ...બન્યા સૌથી સફળ ટેસ્ટ બેટ્સમેન, રિકી પોન્ટિંગનો 'મહારેકોર્ડ' ધ્વસ્ત
ઈંગ્લેંડના ટેસ્ટ ટીમના કપ્તાન અને દિગ્ગજ બેટ્સમેન જો રૂટે પોતાના શાનદાર કરિયરમાં એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રૂટ હવે ઘરેલુ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન બની ગયા છે. તેમણે ઓસ્ટ્રલિયાના મહાન ખેલાડી રિકી પોન્ટિંગને પાછળ રાખી દિધા છે.