Fri Apr 17 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ 13 Feb 2026

2026-02-13 13:53:00
Author: Dhiraj Baraiya
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2026-02-13 21:17:44

દિલ્હીમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ટાળવા AIની મદદ લેવાશે

દિલ્હીમાં વધતી જતી ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યાને  પહોંચી વળવા માટે, દિલ્હી પોલીસે AI આધારિત ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ  લાગુ કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ ગૃહ મંત્રાલયને મંજૂરી માટે સુપરત કરવામાં આવ્યો છે અને મંજૂરી મળ્યા બાદ  24 મહિનામાં ત્રણ તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે.

2026-02-13 15:24:12

ગેંગસ્ટરર મુખ્તાર અંસારીના સાગરીત શોએબની ગોળી મારીને હત્યા

ઉત્તર પ્રદેશના ગેંગસ્ટરર મુખ્તાર અંસારીના સાગરીત અને  શૂટર શોએબ ઉર્ફે બોબીની બારાબંકીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શોએબ  લખનૌ જેલર હત્યા કેસમાં આરોપી હતો. હાલમાં  શોએબ બારાબંકીમાં વકીલાત કરતો હતો.

2026-02-13 15:20:39

વર્લ્ડ કપમાં મોટો અપસેટ: ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ચેન્નઈમાં ટી-20 વર્લ્ડ કપની ગ્રૂપ-બીની મૅચમાં મોટો અપસેટ થયો. ઝિમ્બાબ્વેએ ભૂતપૂર્વ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાને 23 રનથી હરાવી દીધું. બૅટિંગ મળ્યા બાદ ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં માત્ર બે વિકેટે 162 રન કર્યા પછી ઑસ્ટ્રેલિયાની ટીમ 146 રનમાં ઑલઆઉટ થઈ જતાં ઝિમ્બાબ્વેનો રોમાંચક વિજય થયો. શરૂઆતથી જ ઑસ્ટ્રેલિયા મોટી મુસીબતમાં મુકાઈ ગયું હતું. 29 રનમાં કાંગારુઓની ચાર વિકેટ પડી ગઈ હતી. જોકે મેકસવેલ અને રેન્શોની જોડીએ પાંચમી વિકેટ માટે 77 રુનની ભાગીદારી કરી હતી. એ તબક્કે ઑસ્ટ્રેલિયા સારી સ્થિતિમાં હતું, પરંતુ 106 રનના સ્કોર પર મેકસવેલ (31 રન) આઉટ થઈ જતાં ભૂતપૂર્વ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા પાછું મુસીબતમાં મુકાઈ ગયું હતું. રેન્શૉ (65 રન) સાથે સ્ટોઈનિસ (છ રન) જોડાયો હતો. જોકે ટ્રેવિસ હેડના સુકાનમાં ઑસ્ટ્રેલિયા 146 રન પર ઑલઆઉટ થઈ ગયું હતું. મુઝરબનીએ ચાર અને ઇવાન્સે ત્રણ વિકેટ લીધી હતી.

2026-02-13 13:54:36

પાવાગઢની રોપવે 6 દિવસ માટે બંધ

પાવાગઢ યાત્રાધામ પર 16મી થી 21 મી ફેબ્રુઆરી એટલે કે 6 દિવસ સુધી રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની દ્વારા રોપવે મેઈન્ટેનન્સના કામને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન યાત્રાળુઓને પગથિયા ચઢી માતાના દર્શન કરવા જવું પડશે