Fri Aug 21 2026

Logo

રામ મંદિરનું નિર્માણ કઈ રીતે થયું? હવે ચંપત રાયની 9 પાનાની ચિઠ્ઠીએ ખોલ્યા 'રાઝ'!

2026-08-20 16:59:52
Author: Mumbai Samachar Team
Article Image

અયોધ્યાઃ રામ મંદિર ટ્રસ્ટને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) તપાસમાંથી ક્લિનચીટ મળી ગઈ છે. આ નિર્ણય સામે આવતા જ સચીવપદેથી દૂર થયેલા ચંપત રાતે પોતાની વાત 9 પાનાનો પત્ર લખીને જાહેર કરી દીધી છે. આ પત્રમાં એ વાતની સ્પષ્ટતા કરી છે કે, મંદિરમાં વ્યવસ્થા શું હતી, મહત્ત્વના નિર્ણય કોણ લઈ રહ્યું હતું, નિર્માણ પ્રક્રિયા કેવી રહી હતી. અંતિમ નિર્ણય કોના હાથમાં હતા. 


રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલા વિવાદ વચ્ચે 9 પાનાનો પત્ર સામે આવ્યો છે. આ પત્ર એવા સમયે સામે આવ્યો છે જ્યારે SITએ ક્લિનચીટ આપી દીધી છે. આ પત્રમાં ચંપત રાયે અનેક એવા રહસ્યો ખોલ્યા છે. 

 

શું છે આ પત્રમાં?

ચંપત રાયે લખ્યું હતું કે, ટ્રસ્ટની તમામ સેવા, જેમ કે દર્શન માટેના પાસ, આરતી માટેના પાસ, પ્રસાદ નિઃશુલ્ક છે. મંદિરમાં પૂજાપાઠ, વેદ, રામાયણ તથા અન્ય ધાર્મિક સેવાઓ પાછળ ખર્ચ થાય છે. આ માટે જે તે રકમ લેવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પાસે પૂજા કરાવવા અથવા દક્ષિણા લેવાનું કામ થતુ ન હતું. આ માહોલ વચ્ચે ચંપત રાયે એવો દાવો કર્યો હતો કે, ટ્રસ્ટના ત્રણ બેંક ખાતામાં પૈસા રાખવામાં આવતા હતા. 

આ માટે કોઈ જ પ્રકારની ચેકબુક લેવામાં આવી નહોતી. તમામ પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવતા અને RTGS થકી આવતા હતા. આંતરિક અને બીજા ઓડિટ જુદી-જુદી ઓડિટ કે સીએ ફર્મ પાસે કરાવવામાં આવતા હતા. GST, TDS, સ્ટેમ્પ ફી, લેબર ફી, PF અને અન્ય સરકારી ટેક્સ એની પ્રક્રિયા અનુસાર જમા કરાવવામાં આવતા હતા.

કોની ભૂમિકા સૌથી મોટી?

આ સિવાય શ્રદ્ધાળુઓ માટે જરૂરી એવી તમામ સુવિધાઓનો અહીંયા ઉલ્લેખ છે. દરેક એક્ઝિટ પોઈન્ટ પર ફ્રીમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવતું હતુ. ભીડ હોય ત્યારે અહીંયા મહત્તમ બે કલાક જેટલો સમય જાય છે. વૃદ્ધો, દિવ્યાંગ, બીમાર અને ગર્ભવતી મહિલાઓ માટે અહીંયા ખાસ વ્હીલ ચેરની સુવિધા છે અને સુગમ પાસ દર્શન અંતર્ગત તેઓ પણ દર્શન કરી શકે છે. 

મંદિર નિર્માણ અંગે વાત કરતા તેમણે જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થયો હતો. આ પછી સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ટ્રસ્ટની રચના કરી હતી. જેમાં કુલ 15 ટ્રસ્ટીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ તરીકે નૃપેન્દ્ર મિશ્રાની ભૂમિકા મહત્ત્વની રહી હતી. રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલા કેટલાક નિર્ણય આ સમિતિમાં લેવામાં આવતા હતા. સમિતિની બેઠક સામાન્ય રીતે દર મહિને 15 દિવસમાં યોજાતી હતી.

આ રીતે મંદિર તૈયાર થયુ

મંદિરના બાંધકામ માટે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ને સ્વર્ગસ્થ અશોક સિંઘલ દ્વારા અગાઉ આપવામાં આવેલા સૂચનોના આધારે પસંદ કરવામાં આવી હતી. ટાટા કન્સ્લન્ટિંગ એન્જિનિયર્સ (TCE)ને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. મંદિરના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાને 1986 માં અશોક સિંઘલ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને આ જવાબદારી માટે જાળવી રાખવામાં આવ્યા હતા. 

અન્ય બાંધકામો માટે નોઈડા સ્થિત ડિઝાઇન એસોસિયેટ ફર્મની પસંદગી કરવામાં આવી હતી. મંદિર નિર્માણમાં મોટા ભાગના નિર્ણયમાં નૃપેશ મિશ્રાની  ભૂમિકા મુખ્ય રહી છે. એવું કોઈ કામ થયુ નથી જેનો નિર્ણય આ સમિતીની બાહર લેવાયો હતો. મંદિરનું નિર્માણ કાર્ય 2020માં શરૂ થયુ અને મંદિર સંપૂર્ણ રીતે 2026માં તૈયાર થઈ ગયું હતું.