Fri Oct 02 2026

Logo

કોર્ટે આપ્યો ટ્રમ્પને ઝટકો, ફેડરલ જજે વીઝા કેપ નિયમ પર લગાવી રોક, સ્ટુડન્ટ અને પત્રકારોને મળી રાહત

2026-09-15 09:16:00
Author: Mumbai Samachar Team
કોર્ટે આપ્યો ટ્રમ્પને ઝટકો, ફેડરલ જજે વીઝા કેપ નિયમ પર લગાવી રોક, સ્ટુડન્ટ અને પત્રકારોને મળી રાહત

અમેરિકા સ્થિત બોસ્ટનના એક સંઘીય ન્યાયાધીશે સોમવારે ટ્રમ્પ પ્રશાસનને વિદેશી સ્ટુડન્ટ્સ, એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારો વગર એક્સટેંશન વિઝિટર્સ અને પત્રકારો વગર એક્સટેન્શને અમેરિકામાં રહેવાનો સમયગાળો સીમિત કરત. 

અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ એફ. ડેનિસ સેલોરે યુનિયનો અને ઉચ્ચ શિક્ષણની હિમાયત કરતા જૂથોના ગઠબંધનની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કોર્ટનો આ નિર્ણય ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) ના નિયમ લાગુ થવાના બરાબર એક દિવસ પહેલાં આવ્યો છે.

દાયકાઓ જૂના નિયમ બદલવાનો પ્રયાસ

જજે જણાવ્યું કે વિભાગે આ નિયમ બનાવતી વખતે ખૂબ જ નબળી દલીલો રજૂ કરી હતી અને આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા તેમજ છેતરપિંડી રોકવાના નામે લગભગ પાંચ દાયકા જૂની વ્યવસ્થાને પલટી રહ્યો હતો.

જજ સેલોરે કહ્યું કે DHS એ વિઝા સિસ્ટમમાં છેતરપિંડી અટકાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપ્યો હતો, પરંતુ વિભાગે નિયમ બદલવાથી ઊભી થનારી સમસ્યાઓ પર યોગ્ય ધ્યાન ન આપ્યું અને સરળ વિકલ્પો પર પણ વિચાર ન કર્યો.

ભૂતપૂર્વ રિપબ્લિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશ દ્વારા નિમણૂક પામેલા જજે જણાવ્યું કે આ નિયમ અમેરિકાની એ પાંચ દાયકા જૂની વ્યવસ્થાને પલટી નાખત, જેના હેઠળ વિદેશી વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમની સમગ્ર મુદત સુધી દેશમાં રહી શકતા હતા અને કામ કરી શકતા હતા. આ વ્યવસ્થાથી કરોડો વિદ્યાર્થીઓ અને સંશોધકો દ્વારા વિજ્ઞાન, તબીબી અને ટેક્નોલોજી ક્ષેત્રે પ્રગતિ થઈ તથા દેશના અર્થતંત્રને પણ મોટો ફાયદો થયો હતો.

યુનિવર્સિટીઓને થઈ શકતું હતું નુકસાન

મળતી માહિતી મુજબ, હાલમાં આશરે 16 લાખ લોકો 'F' વિઝા અને 5 લાખ લોકો 'J' વિઝા ધારકો છે. જજે ચેતવણી આપી હતી કે આ નવી નીતિના કારણે મોટી યુનિવર્સિટીઓમાં એડમિશન (પ્રવેશ) ઘટી શકે છે અને તેમને કરોડો ડૉલરનું નુકસાન સહન કરવું પડી શકે છે.