Sun Jul 05 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ :03 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-03 08:21:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-03 21:55:27

મમતા બેનર્જીએ ટીએમસી પાર્ટી કાર્યાલયનો કબજો પણ ગુમાવ્યો

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો છે. જેમા  મમતા બેનર્જીની ટીએમસીમાંથી હકાલપટ્ટી બાદ હવે તેમને પાર્ટી કાર્યાલયનો કબજો પણ ગુમાવવો પડ્યો છે.

2026-07-03 21:27:13

કેદારનાથમાં  ખચ્ચર ચાલકોના શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન બાદ વહીવટીતંત્ર એક્શનમાં

ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. તેવા સમયે ઉત્તરાખંડના કેદારનાથમાં  શ્રદ્ધાળુઓ સાથે ઘોડા અને ખચ્ચર ચાલકોના ગેરવર્તન બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે.

2026-07-03 20:04:43

રામ મંદિર દાન ચોરી અંગે રાજકારણ ગરમાયું, દિગ્વિજય સિંહે કહ્યું અયોધ્યા કોર્ટમાં કેસ કરીશ

અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસ અંગે ચાલી રહેલી તપાસ વચ્ચે હવે રાજકારણ ગરમાયું છે. જેમાં મધ્ય પ્રદેશના ભોપાલમાં મહિલા કોંગ્રેસે દાન ચોરીના આરોપો સાથે મંદિરમાં સમૃદ્ધિ  યજ્ઞ અને ઉપવાસ કર્યા હતા. તેમજ કોંગ્રેસ નેતા  દિગ્વિજય સિંહે કહ્યું અયોધ્યા જઇને કોર્ટમાં કેસ કરીશ.

2026-07-03 19:10:11

જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઈચીની ભારત મુલાકાતથી ચીન નારાજ

જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઈચીની ભારત મુલાકાતથી ચીને નારાજગી વ્યક્ત કરી છે. જે અંગે ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બે રાષ્ટ્ર વચ્ચે સહયોગનો હેતુ ત્રીજા દેશને નીચું દેખાડવાનો ન હોવો જોઇએ.

2026-07-03 18:31:02

કેન્દ્ર સરકારે મેટાને ઇન્સ્ટાગ્રામ પર વાંધાજનક જાહેરાતો અંગે નોટિસ ફટકારી

સોશિયલ મીડિયા કંપની મેટાને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય એ ત્રણ દિવસમાં બીજી વાર નોટિસ ફટકારી છે. સરકારે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી કેટલીક વાંધાજનક જાહેરાતો અંગે મેટાનેસમન્સ પાઠવ્યું છે.

2026-07-03 17:46:42

રામમંદિર દાન ચોરી કેસમાં નવો ખુલાસો, વ્હીલચેર ચાલકો પાસે આવક કરતાં વધુ સંપત્તિ

અયોધ્યામાં રામમંદિર દાન ચોરી કેસમાં તપાસ તેજ બની રહી છે. જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રામ મંદિર પરિસરના વ્હીલચેર ચલાવનાર ચાલકો પાસે આવક કરતાં વધુ સંપત્તિના કિસ્સા મળી આવ્યા છે. જેમાં અનેક વ્હીલચેર ચાલકો પાસે કાર અને આવક કરતાં વધુ સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. જેના પગલે હવે આ લોકોની પણ તપાસ કરવામાં આવશે.

2026-07-03 17:35:28

ખેડૂતોના વીજપોલ અંગે આંદોલનને લઈ કૃષિમંત્રીની મહત્ત્વની જાહેરાત

છેલ્લા 16 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેતરમાં વીજપોલ નાંખવા મુદ્દે ખેડૂતોએ સરકારની આ પોલિસીનો વિરોધ કર્યો હતો. ઊર્જા અને કૃષિ મંત્રીએ સંયુક્ત રીતે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, ખેડૂતોને મળનારા વળતરમાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે એવી કૃષિ મંત્રી જીત વાઘાણીએ ખાતરી આપી હતી. વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન કરવામાં આવ્યું હતું. ઊર્જા અને કૃષિ મંત્રીની સંયુક્ત જાહેરાતથી ખેડૂતોમાં હાશકારો થયો છે. તબક્કાવાર બેઠક કરવામાં આવી છે અને મુદ્દાની સમીક્ષા કરવામાં આવી છે.

2026-07-03 15:49:16

રામ મંદિર દાન ચોરીની સંઘે નિંદા કરી, આરોપીઓને કડક સજાની માંગ

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની એસઆઈટી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. જેમાં રામમંદિરના ટ્રસ્ટીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે  પ્રથમ પ્રતિક્રિયા આપી છે. આરએસએસએ આ ઘટનાની નિંદા કરી છે. તેમજ આ કેસના આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી છે.

2026-07-03 15:12:59

ગુજરાતમાં રથયાત્રા પૂર્વે જૈશ-એ મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ

ગુજરાતમાં રથયાત્રા પૂર્વે એટીએસએ જૈશ-એ મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ રાજ્યમાં આતંકી નેટવર્ક સક્રિય કરવાનો પ્રયાસ કરતા હતા.

2026-07-03 14:52:30

મુંબઈ-થાણે, પાલઘર માટે આઈએમડીએ જારી કર્યું રેડ એલર્ટ

મુંબઈ સહિત પરા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે આજે હવામાન વિભાગ (IMD)એ ચાર અને પાંચમી જુલાઈના મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ જારી કર્યું.

2026-07-03 14:24:15

બપોરે 12 થી 2 માં ગુજરાતના 88 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે, આજે બપોરે 12 થી 2 કલાકના સમયગાળામાં 88 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તાપીના વાલોદમાં 4.09 ઇંચ, જૂનાગઢના મેંદરડામાં3.54 ઇંચ, જૂનાગઢના વંથલીમાં 3.46 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં3.03 ઇંચ વરસાદ નોંધાયો છે.

2026-07-03 12:44:17

ગુજરાતમાં બે કલાકમાં 63 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સવારે 10 થી 12ના સમયગાળા દરમિયાન રાજ્યમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ડાંગના વઘાઈમાં સૌથી વધુ 5.63 ઇંચ વરસાદ પડ્યો હતો. વાંસદામાં 5 ઇંચ, અંબિકામાં 4.65 ઇંચ, ડોલવણમાં 2.76 ઇંચ, વાલોદમાં 2.05 ઇંચ, સુબીરમાં 1.65 ઇંચ વરસાદ નોંધાયો હતો.

2026-07-03 12:06:04

ગુજરાતમાં વરસાદથી કેટલા રોડ રસ્તા છે બંધ

રાજયમાં વરસાદના કારણે 4 સ્ટેટ હાઇવે, 7 અન્ય માર્ગો, 36 પંચાયત હસ્તકના માર્ગો, 1 નેશનલ હાઇવે મળી કૂલ 48 રોડ રસ્તા બંધ છે. જેમાં ખેડામાં 1 સ્ટેટ હાઈવે, સુરતમાં પંચાયત હસ્તકના 1, નવાસારી અને વલસાડમાં પંચાયત હસ્તકના 10 અને 14, ડાંગ તથા ભાવનગરમાં પંચાયત હસ્તકના 1-1 રોડ રસ્તાનો સમાવેશ થાય છે.

2026-07-03 10:10:27

રોનાલ્ડો અને રામોસના ગોલથી પોર્ટુગલ પ્રી-કવોર્ટરમાં: હવે સ્પેન સામે રમશે

ફિફા વર્લ્ડ કપમાં શુક્રવારે સવારે યુરોપના પોર્ટુગલે ક્રોએશિયાને 2-1થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ગૉન્સાલો રામોસે એક-એક ગોલ કરીને પોર્ટુગલને સંઘર્ષપૂર્ણ અને રોમાંચક મુકાબલામાં વિજય અપાવ્યો હતો. પ્રી-ક્વોર્ટર ફાઇનલમાં પોર્ટુગલનો મુકાબલો કટ્ટર હરીફ અને શક્તિશાળી સ્પેન સામે થશે. ગુરુવારે રાત્રે સ્પેને ઑસ્ટ્રીયાને 3-0થી માત આપીને પ્રી-કવોર્ટરમાં પ્રવેશ કર્યો હતો.

2026-07-03 09:43:30

PM મોદી આગામી સપ્તાહે ન્યૂ ઝીલેન્ડના પ્રવાસે જશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા સપ્તાહે ન્યૂ ઝીલેન્ડની સત્તાવાર મુલાકાતે જશે. ન્યૂ ઝીલેન્ડના વડા પ્રધાને પીએમ નરેન્દ્ર મોદીની આગામી સપ્તાહની સત્તાવાર મુલાકાતની માહિતી આપીને  ભારતને વિશ્વની સૌથી મોટી અને સૌથી ઝડપથી આગળ વધતી ઇકોનોમી ગણાવી છે.

2026-07-03 08:32:02

ગુજરાતના 172 તાલુકામાં વરસાદ, માંગરોળમાં 12 ઇંચ


સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે. માંગરોળ અને સૂત્રાપાડામાં 12 ઇંચથી વધુ વરસાદ પડતાં જળબંબાકાર થયા છે. કેશોદ અને પાટણ વેરાવળમાં પણ 10-10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

2026-07-03 08:22:09

અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ રવાના

અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનાં પ્રથમ સમૂહ બાલટાલના ડોમેલ કેમ્પથી રવાના થયો. વરસતા વરસાદ વચ્ચે શ્રદ્ધાળુઓએ બાબાના જયકાર સાથે તેમની યાત્રાની શરૂઆત કરી હતી.