Sat Sep 05 2026

Logo

આંધ્ર પ્રદેશમાં સર્જાયો ગંભીર અકસ્માત, ખાનગી બસે ઓટો રિક્ષાને ટક્કર મારતાં 7 લોકોના કમકમાટીભર્યા મોત

2026-08-27 13:21:00
Author: Vimal Prajapati
આંધ્ર પ્રદેશમાં સર્જાયો ગંભીર અકસ્માત, ખાનગી બસે ઓટો રિક્ષાને ટક્કર મારતાં 7 લોકોના કમકમાટીભર્યા મોત


આંધ્ર પ્રદેશમાં એક ગંભીર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. પલનાડુ જિલ્લામાં આજે સવારે એક બસ અને ઓટો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત થયો છે. આ ગંભીર અકસ્માતમાં 7 લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે બે લોકોની હાલત વધારે ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માત એક ખાનગી બસ અને ઓટો રિક્ષા વચ્ચે થયો છે. 

ચિલાકાલુરીપેટમાં ખાનગી બસે રિક્ષાને જોરદાર ટક્કર મારી

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ખાનગી ટ્રાવેલ બસ વિજયવાડાથી ચેન્નઈ તરફ જઈ રહી હતી. આ દરમિયાન રિક્ષાને ખાનગી બસે જોરદાર ટક્કર મારી હતી. રિક્ષામાં સવાર મુસાફરો કોન્ડા મંજૂરથી વેલ્લોરમાં કોઈ કાર્યક્રમમાં સામેલ થવા માટે જઈ રહ્યાં હતાં. અકસ્માત અંગે જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઈ અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે પહેલા ઘાયલોને 108 મારફતે સત્વેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતાં. 

 

આ સમગ્ર ઘટના અંગે આંધ્ર પ્રદેશના માર્ગ અને પરિવહન પ્રધાને મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ દુઃખ વ્યક્ત કર્યું છે. જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે. આ સાથે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સત્વરે સારામાં સારી અને ઉત્તમ સારવાર માટે તે માટે પણ તબીબોને નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર અકસ્માતમાં કુલ  7 લોકોના કમકમાટી ભર્યા મોત થયાં છે. જેથી પરિવહન પ્રધાને તેમના પરિવારો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરીને બનતી તમામ મદદ અને સહાપ આપવાની વાત પણ કરી છે.