મુંબઈઃ ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધ પર આધારિત ફિલ્મ બોર્ડર-2નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી છે. ત્રણ દિવસની અંદર જ 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો. આ ઉપરાંત ત્રીજા દિવસની કમાણીએ દંગલ, બાહુબલી-2, ધૂરંધર, કેજીએફ-2નો રેકોર્ડ તોડ્યો હતો.
આશરે 275 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ બોર્ડર -2 એ બોક્સ ઓફિસ પર 30 કરોડ રૂપિયાના શાનદાર ઓપનિંગ સાથે શરૂઆત કરી હતી અને ધુરંધરની પ્રથમ દિવસની કમાણીને પાછળ રાખી હતી. રવિવારની રજાનો ફિલ્મને ભરપૂર ફાયદો મળ્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે, 25 જાન્યુઆરીએ ફિલ્મે બોક્સ ઓફિસ પર 54.5 કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું. જ્યારે 24 જાન્યુઆરીએ 36.5 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. જે પ્રથમ દિવસની તુલનામાં 21.67 ટકા વધારે હતું. આ ફિલ્મની કુલ કમાણી ભારતમાં 121 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
આ ફિલ્મે વિદેશમાં પણ સારી કમાણી કરી છે. ત્રણ દિવસમાં વિશ્વભરમાં 158.5 કરોડ રૂપિયાની કમાણી કરીછે. ભારતમાં ગ્રોસ કલેકશન 142.5 કરોડ રૂપિયા થઈ ગયું છે.

ત્રીજા દિવસની કમાણીએ આ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
આ ફિલ્મે ત્રીજા દિવસે 6 ભારતીય ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે 2070.3 કરોડ રૂપિયાની વર્લ્ડવાઈડ ફિલ્મ દંગલને પાછળ રાખી હતી, હિન્દીમાં ત્રીજા દિવસે 42.41 કરોડની કમાણી કરી હતી. આ ઉપરાંત બાહુબલી 2ને પણ પાછળ રાખી હતી, આ ફિલ્મે 46.5 કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું. ધૂરંધર ફિલ્મ પણ ત્રીજા દિવસે 43 કરોડ રૂપિયા કમાઈ શકી હતી. RRRએ 31.5 કરોડ રૂપિયા, KGF 2 એ 42.9 કરોડ રૂપિયા, કમાણી કરી હતી. જ્યારે ગદર-2 એ ત્રીજા દિવસે 51.7 કરોડની કમાણી કરીને તમામને પાછળ રાખ્યા હતા. તેમ છતાં 1742.1 કરોડની વર્લ્ડવાઈડ કમાણી કરનારી પુષ્પા-2ને ટક્કર આપી શકી નહોતી. હિન્દીમાં ત્રીજા દિવસે આ ફિલ્મે 73.5 કરોડ રૂપિયાનું બંપર કલેકશન કર્યું હતું.
આજે પણ વાગશે ડંકો
ફિલ્મ બોર્ડર-2ને આજે પણ બંપર ફાયદો થશે. પ્રજાસત્તાક દિવસની રજાના કારણે કલેકશનમાં ઉછાળો આવી શકે છે.