નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો એક વિડિયો શેર કરીને દેશવાસીઓને સંદેશ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,ભારતીય જનતા પાર્ટી પર દેશવાસીઓનો ભરોસો વધી રહ્યો છે. પાર્ટીની સિદ્ધિ ગણાવીને પાર્ટીના કાર્યકર્તાઓને આ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
શું કહ્યું વડાપ્રધાન મોદીએ?
ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી રાજકીય પાર્ટી છે જ્યાં આપણે સૌ પાર્ટીને મા તરીકે માનીએ છીએ. પાર્ટીના સ્થાપના દિવસ પર કોઈ રાજકીય આયોજન થતા નથી. કાર્યકર્તાઓ માટે આ એક ભાવુક અવસર હોય છે. આ દિવસે આપણે સૌ પાર્ટી પ્રત્યે આપણો આભાર વ્યક્ત કરીએ છીએ, આ દિવસ આભાર વ્યક્ત કરવાનો મોકો મળે છે. પાર્ટીએ આપણને રાષ્ટ્રસેવા કરવાનું સૌભાગ્ય આપ્યું છે. ભાજપનું સમર્થન કરાનારા મારા દેશના તમામ નાગરિકોને તથા કાર્યકર્તાઓને ભાજપના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાછવું છું.
કાર્યકર્તાઓમાં નવી ઊર્જા
હાલના સમયમાં જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં પણ પાર્ટીના કાર્યકર્તાઓમાં એક નવી ઊર્જા જોવા મળી રહી છે. આ હું જોઈ રહ્યો છું. પાર્ટીના નવા અધ્યક્ષ નીતીન નબીનના કાર્યોની પણ પ્રશંસા કરૂ છું. કાર્યકર્તાઓની આ ઊર્જા જોઈને એવું લાગી રહ્યું છે કે, નબીનજીએ પાર્ટીમાં એક નવીનતા ભરી દીધી છે. આજે ભારતીય જનતા પાર્ટી જે શિખર પર છે એની ચમક દેશવાસીઓને દેખાઈ રહી છે. પણ અહીંયા સુધી પહોંચવામાં લાખો કાર્યકર્તાઓનો પરિશ્રમ છે. એમનું તપ છે. ત્યાગની પરાકાષ્ઠા છે. આ વાત એ જ જાણી શકે છએ જે આ પાર્ટીના સંકલ્પો માટે સમર્પિત હોય અને સાધનામાં રહ્યા હોય.

પોલીસી આધારિત કામ થયું
RSSના વિશાળ અને પવિત્ર વટવૃક્ષની નીચે આપણે પારદર્શકતા સાથે રાજકીય ક્ષેત્રે પગલાં પાડવાની પ્રેરણા મળી છે. શરૂઆતના એક દાયકામાં આપણે સંગઠન માટે પોલીસી આધારીત કાર્ય કરવામાં આપણી ઊર્જા ખર્ચી, એ પછીના સમયમાં આજે ભાજપે પૂરી નિષ્ઠા સાથે એક સશક્ત પાર્ટી નેતૃત્વ ઊભું કર્યું છે. ભાજપ પાસે આજે કાર્યકર્તાઓની એવી મોટી કેડર છે. જેમાં સેવા ભાવનાથી કામ કરવા મટે સૌ સમર્પિત છે. જેમના પાર્ટીના સિદ્ધાંતોને પોતાના જીવન આદર્શ માન્યા છે. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના જીવનના આ મુલ્યો સાથે કોઈ પ્રકારનું સમાધાન કર્યું નથી.
કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો
સત્તાને પ્રાથમિકતા આપનારાઓનું રાજકીય ક્ષેત્રે ધીમે ધીમે પતન થવા લાગ્યું છે. સેવા આધારિત રાજનીતિને ધીમે ધીમે લોકનું જનસમર્થન મળી રહ્યું છે. આપણે સૌએ એ વાતનો ગર્વ કરવાનો છે કે, આપણે આપણા આચરણથી દેશની રાજનીતિમાં એક નવો સિદ્ધાંત સ્થાપિત કરી દીધો છે. એ છે રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત. વર્ષ 1984નો એ દાયકો કોઈ ક્યારેય નહીં ભૂલી શકે. જ્યારે કોંગ્રેસે બેઠક જીતીને સત્તા હાંસલ કરી હતી. પણ લોકોએ એ પણ ચિત્ર જોયુ હતું કે, આ જ પાર્ટીએ લોકોના વિશ્વાસનો વિશ્વાસઘાત કરી નાંખ્યો. આવા સમયે ભાજપ પર દેશવાસીઓનો ભરોસો વધી રહ્યો છે. ભાજપે ઘણા રાજ્યોમાં ચૂંટણી જીતી છે. રાજનીતિમાં પક્ષની ધારા સ્પષ્ટ થઈ રહી છે.