નવી દિલ્લીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ ચર્ચામાં છે. આ દરમિયાન ભારતની મહિલા જ્યોતિષે વડા પ્રધાન મોદી મંજૂરી આપે તો ટ્રમ્પ પર વશીકરવા કરવા તૈયાર હોવાનો પડકાર ફેંક્યો છે. એક પોડકાસ્ટમાં મહિલા જ્યોતિષ ત્રિશલા ચતુર્વેદી કહ્યું, હું તૈયાર છું. તમે મને મોદી પાસેથી મંજૂરી લઈ આપો.
જે બાદ તેણે કહ્યું- હું ડોનાલ્ડ ટ્રમ્પ પર વશીકરણ કરું તે માટે તમે મોદી પાસેથી મને આ વાતની મંજૂરી લઈ આપો. તે મને આ વાતની મંજૂરી આપે છે, તે મને સંકલ્પ આપે છે, કારણકે સંકલ્પ વગર કોઈ પૂજા થતી નથી. તેઓ મારા દેશના રાજા છે. તેઓ બેસીને મને કહે કે, જેટલા દિવસ તમે પૂજા કરશો તેટલા દિવસ હું ચીજોનો ત્યાગ કરવાનો તમને સંકલ્પ આપું છું. હું દાવા સાથે કહું છું કે કરીને બતાવીશ.
ભગવાનને સાક્ષાત્ જોયા
આ ઉપરાંત ત્રિશલાએ જણાવ્યું કે, બાળપણમાં તેના માતા-પિતા સાથે ચંબલ નદી ગઈ હતી. જ્યાં તેણે નદીમાં ડૂબકી લગાવવાની હતી. તેને પાણીથી ખૂબ ડર લાગતો હતો અને જેવી તેણે ડૂબકી લગાવી કે તેની આસપાસ ખૂબ મગર અને આત્માઓ હતી, જેના કારણે તેનો ડર વધી ગયો હતો.
જે બાદ તેને એક દરવાજો જોવા મળ્યો. જેની પાછળ એક સફેદ શિવલિંગ હતું અને એક વ્યક્તિ ત્યાં સાધના કરતો હતો. ત્રિશલા અનુસાર, સાધના કરતા વ્યક્તિની આંખો લાલ હતી અને તેણે તેને ત્યાંથી ભગાડી દીધી હતી અને કહ્યું કે, તેને બીજો દરવાજો ખોલવાનો છે. જ્યારે ત્રિશળા બીજા દરવાજાથી અંદર ગઈ ત્યારે અંદર એક મૂર્તિ હતી. જે કૃષ્ણની હતી. આવી મૂર્તિ તેણે તેની 8 વર્ષની ઉંમર સુધી ક્યારેય જોઈ નહોતી. મૂર્તિને જોઈ તે ભાવુક થઈ ગઈ અને રડી પડી હતી. જે બાદ ઊંડો શ્વાસ લઈને તે પાણીમાંથી બહાર આવી હતી.
ત્રિશલાએ આગળ જણાવ્યું કે, જ્યારે તેના પિતા સાથે આ અનુભવ અંગે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, આ અદ્ભૂત અનુભવ હતો અને ભગવાન કૃષ્ણએ તેમને સાક્ષાત દર્શન આપ્યા તેવો વિશ્વાસ હતો.