Wed Jun 17 2026

Logo

અમરાવતીનો હચમચાવનારો કેસ: 19 વર્ષના નરાધમે 180 સગીરાઓનું શોષણ કર્યું, આ પાર્ટી સાથે છે કનેક્શન

2026-04-15 13:00:00
Author: Savan Zalariya
Article Image

અમરાવતી: મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સગીરાઓના જાતીય શોષણની એક ચોંકાવનારી ઘટના જાણવા મળી છે. પોલીસે એક 19 વર્ષીય યુવક ધરપકડ કરી છે, તેના પર 180 થી વધી સગીરાનું જાતીય શોષણ કરવાનો આરોપ છે, આરોપીએ પીડિત સગીરાઓના 350થી વધુ વિડીયો બનાવ્યા હતાં. આરોપી અગાઉ AIMIM સાથે જોડાયેલો હતો, આ ઘટના પપ્રકાશમાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે.

અહેવાલ મુજબ આરોપીનું નામ અયાન છે, અમરાવતી ગ્રામીણ પોલીસે પરતવાડા વિસ્તારમાંથી તેની ધરપકડ કરી છે. તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 294, POCSO એક્ટની સંબંધિત કલમો અને IT એક્ટ, 2000 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેને 21 એપ્રિલ, 2026 સુધી રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામ આવ્યો છે.

પોલીસ અધિકારીઓએ આરોપી પાસેથી એક મોબાઇલ ફોન જપ્ત કર્યો છે, જેમાંથી અનેક વાંધાજનક વિડિઓઝ મળી આવ્યા હતાં. ફોરેન્સિક સાયન્સની ટીમ ફોનમાંથી ડિલીટ કરેલા ડેટાને ફરી મેળવવા માટે પ્રયાસ કરી રહી છે.

મિત્રતા બાદ જાતીય શોષણ:
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અયાને સગીરાઓ સાથે મિત્રતા સાધતો હતો, બાદમાં તેમનો વિશ્વાસ જીતીને ફસાવતો હતો. તે સગીરાઓનું જાતીય શોષણ કરતો અને વીડિયો રેકોર્ડ કરતો, આ વિડીયોનો ઉપયોગ બાદમાં તે સગીરાઓને બ્લેકમેલ માટે કરતો.

હાલ પોલીસને જાણવા મળ્યું છે કે આરોપીને 180થી વધુ સગીરાને નિશાન બનાવી હતી, તપાસ આગળ વધે તેઓ આ આંકડો વધી શકે છે. અહેવાલ મુજબ પોલીસે હજુ સુધી માત્ર આઠ પીડિતાનો સંપર્ક કરી શકી છે. પીડિતોને મદદ કરવા અને કેસ નોંધવવા માટે આગળ આવવા પ્રોત્સાહિત કરવા માટે, પોલીસે ખાસ સંપર્ક વ્યવસ્થા ગોઠવી છે.

મોટું નેટવર્ક હોવાની શંકા:
આ વીડિયોના રેકોર્ડ કરવા અને તેને ડિસ્ટ્રીબ્યુટ કરવા પાછળ કોઈ વ્યાપક સંગઠિત નેટવર્ક હોવા અંગે પણ તપાસ કરવામાં આવી હતી છે.

પોલીસે અન્ય એક આરોપી ઉજેર ખાન ઇકબાલ ખાનની પણ ધરપકડ કરી છે, જે અયાનના મોબાઇલ ફોનમાંથી વાંધાજનક અને અશ્લીલ વીડિયો ડાઉનલોડ કરીને, તેને સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. તેણે સોશિયલ મીડિયા પર લગભગ 100 વીડિયો શેર કર્યા હતાં.

લોકોમાં આક્રોશ:
ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે આરોપીનો AIMIM સાથે જોડાયેલો છે અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ દરમિયાન તેને પાર્ટીના સોશિયલ મીડિયા કેમ્પેઈન માટે કામ કર્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારના લોકોમાં રોષ ફેલાયો છે. પરતવાડા અને અચલપુરમાં, જ્યાં કડક કાર્યવાહીની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે.