Fri Sep 04 2026

Logo

બનાસકાંઠા પોલીસનો સપાટો, 296 પ્રોહિબિશન કેસ, 298 આરોપીઓની ધરપકડ

2026-08-23 22:03:32
Author: Mumbai Samachar Team
બનાસકાંઠા પોલીસનો સપાટો, 296 પ્રોહિબિશન કેસ, 298 આરોપીઓની ધરપકડ

બનાસકાંઠા: ગુજરાત સરકારની દારૂબંધી પ્રત્યેની 'ઝીરો ટોલરન્સ' નીતિના ભાગરૂપે ડીજીપી જી.એસ. મલીક (આઈપીએસ) દ્વારા સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસીય સ્પેશિયલ પ્રોહીબીશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પોલીસે પણ પ્રોહીબીશન ડ્રાઈવ યોજી છેલ્લા બે દિવસમાં કુલ 296 પ્રોહીબીશનના કેસ નોંધ્યા હતા. પોલીસે 298 આરોપીઓની ધરપકડ કરી રૂ. 9,53,646 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બુટલેગરોમાં ભયનો માહોલ સર્જાયો
 
પાલનપુર એલસીબી અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોની ટીમોએ દેશી અને વિદેશી દારૂનું ગેરકાયદે ઉત્પાદન, હેરાફેરી અને વેચાણ કરતા બુટલેગરોના અડ્ડાઓ પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. પોલીસની આ સઘન કાર્યવાહીથી જિલ્લાના બુટલેગરોમાં ભયનો માહોલ સર્જાયો છે. 

ભાવનગરમાં દારૂ પીધા બાદ અત્યાર સુધી 13 લોકોના મોત

ભાવનગરમાં દારૂ પીધા બાદ અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે અને અન્ય લોકોની સારવાર ચાલી રહી છે. તેની બાદ સમગ્ર રાજ્યના પોલીસ દારૂના અડ્ડા પર રેડ કરીને તેને બંધ કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ બુટલેગરોને પણ પકડવામાં આવી રહ્યા છે.