Tue Jan 27 2026

Logo

White Logo

અક્ષય કુમાર એક્સિડેન્ટ : પત્ની સાથે ઘરે જઈ રહેલા અક્ષય કુમારની એસ્કોર્ટ કાર સાથે રિક્ષાની જોરદાર ટક્કર, રિક્ષાના કુચ્ચા વળી ગયા!

1 week ago
Author: Devayat Khatana
Video

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારના કાફલાની એક ગાડી ગઇકાલે મોડી સાંજે મુંબઈમાં એક રોડ અકસ્માતનો ભોગ બની હતી. અક્ષય કુમાર અને તેમના પત્ની ટ્વિંકલ ખન્ના જ્યારે એરપોર્ટથી તેમના જુહુ વાળા ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના સર્જાય હતી. અકસ્માતની વિગતો અનુસાર, જ્યારે અક્ષય કુમાર તેમના કાફલા સાથે જઈ રહ્યા હતા તે સમયે તેમની એસ્કોર્ટ ગાડીને પાછળથી એક ઓટોએ ટક્કર મારી દીધી હતી. અહેવાલો એવા છે કે તે ઓટોને પાછળથી કોઈએ અન્ય કારએ ટક્કર મારી હતી. 

મળતી વિગતો અનુસાર, બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને તેમની પત્ની ટ્વિંકલ ખન્ના સોમવારે રાત્રે એક માર્ગ અકસ્માતનો ભોગ બનતા રહી ગયા હતા. એરપોર્ટથી ઘરે જતી વખતે જુહુ વિસ્તારમાં તેમના કાફલાની એસ્કોર્ટ કાર સાથે એક રિક્ષા ધડાકાભેર અથડાઈ હતી. સદનસીબે, અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના સુરક્ષિત છે, પરંતુ રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 
 

આ ઘટના સોમવારે  રાત્રે આશરે 9:05 વાગ્યે જુહુના સિલ્વર કેફે પાસે બની હતી. અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના વિદેશ પ્રવાસથી પરત ફરી એરપોર્ટથી જુહુ સ્થિત નિવાસસ્થાને જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક બેકાબૂ રિક્ષા અક્ષય કુમારના કાફલામાં સામેલ એસ્કોર્ટ કાર સાથે અથડાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રિક્ષા પાછળ એક કારે ટક્કર મારી હતી, જેના કારણે રિક્ષા ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને તે સીધી સુરક્ષાકર્મીઓની ગાડી સાથે જઈ ભટકાઈ હતી.

અકસ્માત એટલો જોરદાર હતો કે એસ્કોર્ટ કારનો એક ભાગ ઊંચો થઈ ગયો હતો અને રિક્ષાનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. અક્ષય કુમાર આગળની કારમાં હોવાથી તેઓ સુરક્ષિત રહ્યા હતા. અકસ્માત બાદ તરત જ અક્ષયના મેનેજર અને સુરક્ષા ગાર્ડ્સ બહાર આવ્યા હતા અને મદદ માટે દોડી ગયા હતા. આ દુર્ઘટનામાં રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે રિક્ષામાં બેઠેલા પેસેન્જરનો ચમત્કારિક બચાવ થયો હતો.