Tue Jun 30 2026

Logo

અમદાવાદની આ જાણીતી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતાં કાનનો પડદો ફાટી ગયો

2026-06-30 09:44:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી એક જાણીતી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતાં કાનનો પડદો ફાટી ગયો હતો. નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીને શિક્ષકે નજીવી વાતમાં લાફો મારતાં કાનનો પડદો ફાટી ગયો ગતો. શિક્ષકના લાફાથી વિદ્યાર્થીને ડાબા કાનમાં લોહી અને સોજો આવી જતાં સંભળાવવાનું બંધ થઈ ગયું હતું. શિક્ષક સામે વિદ્યાર્થીને ફરિયાદ નોંધાવી હતી. સ્કૂલ સંચાલકોએ લાફો મારનારા શિક્ષકને સસ્પેન્ડ કર્યો હતો.

શું છે સમગ્ર મામલો

ચાણક્ય સ્કૂલમાં ધો.10માં ભણતો વિદ્યાર્થી પીટીના પીરિયડ દરમિયાન શાળાના મેદાનાં વિદ્યાર્થી મિત્રો સાથે બેસીને વાતો કરતો હતો. આ દરમિયાન શિક્ષક લક્ષ્મણ પરાતે ત્યાં આવી પહોંચ્યા હતા અને વાતચીત જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાઈને વિદ્યાર્થીને જાહેરમાં સણસણતો લાફો માર્યો હતો.

શિક્ષક દ્વારા વિદ્યાર્થીને લાફો મારવામાં આવતાં કાનના ભાગેથી લોહી નીકળ્યું હતું અને સોજો આવી ગયો હતો. ઘટનાના પગલા વિદ્યાર્થી ડરી ગયો હતો. જે બાદ સ્કૂલમાંથી વિદ્યાર્થીના પિતાને ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે તમારા દિકરાને શિક્ષકે લાફો માર્યો છે, તેથી તમે તાત્કાલિક શાળાએ આી જાવ. જેથી વિદ્યાર્થીના માતા-પિતા  તાત્કાલિક ચાણક્ય સ્કૂલ દોડી આવ્યા હતા.

જ્યારે તેઓ સ્કૂલે પહોંચ્યા ત્યારે તેમના પુત્રની હાલ ખરાબ હતી અને કાનમાંથી સંભળાતું બંધ થઈ ગયું હતું. વિદ્યાર્થીના પિતા તાત્કાલિક તેને દવાખાને લઈ ગયા હતા, જ્યાં કાનના પડદામાં ગંભીર ઈજા થઈ હોવાનું અને કાણું પડી ગયું હોવાનું સામે આવ્યું હતું. કાનની અંદર સોહી અને સોજો આવી ગયો હોવાથી તબીબોએ તેને અઠવાડિયાથી 10 દિવસના ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો હતો. જો 10 દિવસમાં સુધારો નહીં થાય તો કાનનું ઓપરેશન કરાવવું પડશે.