Sun Jun 28 2026

Logo

બાથટબમાં ફીણની વચ્ચે કવર થઈને શમાએ આપ્યા એકથી એક બોલ્ડ પોઝ, જુઓ અંદાજ

2026-06-28 22:25:21
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ એક ચોક્કસ સમય બાદ શમા સિંકદરનો એક બોલ્ડ અંદાજ સામે આવ્યો છે. આ વખતે તેણે એક વિડિયો શૅર કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. આ વિડિયોમાં તે બાથટબમાં બાથ લઈ રહી છે. શૉપના ફોગ અને પાણીની છબછબ વચ્ચે આ વિડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી શૅર થઈ રહ્યો છે. પોતાની એક્ટિંગની સાથે તે હવે પોતાના બોલ્ડ અવતારને કારણે પણ ચર્ચામાં છે. ટીવી એક્ટ્રેસ શમા સિંકદરનો બોલ્ડ અંદાજ સામે આવતા ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ પણ કરી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર છે સૌથી વધુ એક્ટિવ
'યે મેરી લાઈફ હૈ' શૉથી નોંધપાત્ર ઓળખ મળી છે. જેના કારણે તેણી ઘરે-ઘરે જાણીતી બની હતી. અભિનેત્રી ઘણા અન્ય ટીવી શૉનો પણ ભાગ રહી છે અને અસંખ્ય મ્યુઝિક વિડિયોમાં પણ જોવા મળી છે.ટીવી ઈન્ડસ્ટ્રીની અંદર શમાનું નામ ખૂબ મોટું છે અને ઘણા ટીવી સંબંધીત પ્રોજેક્ટ કરે છે. અભિનય ઉપરાંત, શમા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઘણીવાર તે પોતાના સેટ પરથી અને મેકિંગ અંગે વિડિયો પણ પોસ્ટ કરે છે. ક્યારેક તેનો એક અલગ અંદાજ પણ સોશિયલ મીડિયા પર જોવા મળતો હોય છે. તે વારંવાર તેના હોટ અને બોલ્ડ ફોટાઓથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.હાલ તેનો એક વીડિયો હાલમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બાથટબમાં આપ્યા મસ્ત પોઝ
આ વિડિયોમાં તેનું રાઉન્ડેડ અને ગુલાબની પાંખડીઓથી સજ્જ બાથટબ દેખાઈ રહ્યું છે. વિડિયો એના પગથી શરૂ થાય છે. બાથટબમાં મસ્તી કરતા શમાનો ફેસ અહીંયા ગ્લો કરી રહ્યો છે. આ સાથે સાબુના ફીણની વચ્ચે રહીને તેણે ફોટો ક્લિક કરાવ્યો હતો. લોંગ શોટમાં તેનો બોલ્ડ અવતાર દેખાયો હતો. પાણી, સાબુ અને સાબુના ફીણ વચ્ચે શમાએ બોલ્ડનેસની હદ પાર કરી નાંખી હતી. પણ એક પણ જગ્યાએ વિડિયો અશ્લીલ લાગતો નથી. સંપૂર્ણ એસ્થેટિક બ્યૂટીને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યો છે. બોલ્ડનેસ, હોટ અવતારની સાથે એક પણ જગ્યા એની કોઈ 'ઉપ્સ'મુવમેન્ટ દેખાતી નથી. લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. બાથટબમાં અંદર બેસીને ફીણની વચ્ચેથી પણ શમાએ એકથી એક બેસ્ટ પોઝ આપ્યા હતા. આવા કિલર પોઝ જોઈને ફેન્સ કોમેન્ટબોક્સમાં ફાયરવાળું ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે. તો કોઈ યુઝરે દિલ વાળું ઈમોજી પોસ્ટ કરીને કહ્યું હતું કે, સુપરડુપર હોટ. 

એકથી એક ચડિયાતા વિડિયો
બાથટબમાંથી પાણીની ધારા વચ્ચેથી એક ક્લિક કરાવીને, એમાં એની સ્માઈલ સ્પષ્ટ જોઈ શકાય છે. આ ફોટોમાં પણ તેનું બોડી ફીણથી કવર થયેલું છે. એક્ટિંગ અને અદાથી સૌને દિવાના કરતી શમા બ્લેક કલરના સ્વિમસૂટમાં પણ એક વિડિયો પોસ્ટ કર્યો હતો. આ વિડિયોમાં તે બાથટબ કરતા પણ હોટ લાગી રહી છે. યે મેરી લાઈફ શૉથી તેણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેના દરેક કિલર લૂક સામે આવ્યા હતા. આ સાથે તેણે બીચ પર વ્હાઈટ કલરની બિકિનીમાં મલ્ટિ કલરના ડોટ્સવાળો ડ્રેસ પહેરીને હોટ અંદાજ શૅર કર્યો હતો. ફિલ્મ પ્રેમ અગનથી તેણે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત તે કોઈ એક વેબસિરિઝમાં પણ કામ કરી ચૂકી છે.