Mon Oct 05 2026

Logo

અમદાવાની કોફી શૉપમાંથી પર્સ-ક્રેડિટ કાર્ડની ચોરી કરી યુવતી છૂઃ શૉપિંગ પણ કરી લીધું

2026-09-27 20:55:05
Author: Pooja Shah
અમદાવાની કોફી શૉપમાંથી પર્સ-ક્રેડિટ કાર્ડની ચોરી કરી યુવતી છૂઃ શૉપિંગ પણ કરી લીધું

અમદાવાદઃ શહેરના લૉ ગાર્ડન વિસ્તારમાં આવેલી જાણીતી બ્રાન્ડની કૉફી શૉપમાં માત્ર મિનિટોમાં એક યુવતીએ પર્સ અને ક્રેડિટ કાર્ડની ચોરી કરી લીધી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મળતી વિગતો અનુસાર અહીં કૉફી શૉપમાં એક યુવક પોતાનું લેપટોપ બેગ લઈને આવ્યો હતો. તેની બાજુમાં એક યુવતી પણ બેઠી હતી. .

જીમ ચલાવતા યુવકને ફોન આવ્યો હોવાથી તે શૉપ બહાર ગયો હતો. ફરી આવી કૉફી પી તે પોતાની કારમાં બેઠો ત્યારે તેને ધ્યાનમાં આવ્યું હતું કે બેગમાં પર્સ નથી, આ સાથે ક્રેડિટ કાર્ડ પણ નથી. તેણે તરત જ કૉફી શૉપમાં જઈ સીસીટીવી ચેક કરાવ્યા ત્યારે તેને ધ્યાનમાં આવ્યું હતું કે એક યુવતી આવી અને તેની બેગમાંથી પર્સ અને કાર્ડ ચોરી પોતાની બેગમાં નાખી નીકળી ગઈ હતી.

દરમિયાન યુવતીએ તેમના ક્રેડિટ કાર્ડમાંથી લગભગ રૂ. 27,000ની ખરીદી પણ કરી લીધી હોવાનું તેમને ધ્યાનમાં આવ્યું હતું. તેમના પર્સમાં રૂ. 15,000 રોકડા હતા. હાલમાં યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. 

અગાઉ પણ શહેરમાં એક જ્વેલરી શૉપમાં કામ કરતી મહિલાએ ઘરેણાની ચોરી કરી હતી. પ્રેમી સાથે ભાગી જવા માટે તેણે આ પ્લાન બનાવ્યો હતો અને પ્રેમીના કહેવાથી તેણે ચોરી કર્યાનું કબૂલ્યું હતું.