Fri Sep 04 2026

Logo

નાણા વિભાગમાં બઢતી સાથે બદલી: ક્લાસ-3ના 45 કર્મચારીઓને ક્લાસ-2 અધિકારી તરીકે પ્રમોશન, જુઓ લિસ્ટ

2026-06-30 09:09:00
Author: Mayur Patel
નાણા વિભાગમાં બઢતી સાથે બદલી:  ક્લાસ-3ના 45 કર્મચારીઓને ક્લાસ-2 અધિકારી તરીકે પ્રમોશન, જુઓ લિસ્ટ

Ai Image


ગાંધીનગરઃ રાજ્યમાં નાણા વિભાગમાં મોટા પાયે બઢતી સાથે બદલી કરવામાં આવી હતી. કલાસ-3ના 45 કર્મચારીઓને ક્લાસ-2 અધિકારી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ કર્મચારીઓને હંગામી ધોરણે કલાસ-2 હિસાબી અધિકારી તરીકે બઢતી આપવામાં આવી હતી.

મળતી વિગત પ્રમાણે, પ્રમોશન મેળવનારા 45 અધિકારીઓને અલગ-અલગ સરકારી વિભાગો, જિલ્લા-તાલુકા પંચાયતો અને ગ્રામ વિકાસ એજન્સીમાં ખાલી પડેલી કે નવી જગ્યાઓ પર મુકવામાં આવ્યા હતા.  નાણા વિભાગના આદેશ પ્રમાણે, બધા અધિકારીઓએ પોતાની જૂની કચેરીનો ચાર્જ સોંપીને તાત્કાલિક નવી જગ્યાએ ફરજ પર હાજર થઈ જવાનું રહેશે. નોટિફિકેશન પ્રમાણે, આ બઢતી હંગામી ધોરણે આપવામાં આવી છે.

આ નિર્ણયથી શું ફાયદો થશે?

સરકારના આ પગલાથી લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, સરકારી હિસાબો અને નાણાકીય કામકાજ વધુ મજબૂત બનશે અને વહીવટી કામોને મોટી ઝડપ મળશે.