Tue Jun 30 2026

Logo

જૂન મહિનામાં બોક્સ ઓફિસ પર 4 મેગા ફિલ્મો સુપરફ્લોપ, જાણો અક્ષય, વરૂણ અને કંગનાની ફિલ્મોનું શું થયું?

2026-06-29 22:26:46
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ બોલિવુડ દર અઠવાડિયાએ એક નવી ફિલ્મ રિલીઝ કરે છે, તેમાં કેટલીક ફિલ્મો ચાલે છે, તો કેટલીક બજેટ જેટલી કમાણી પણ કરી શકતી નથી. આ મહિનામાં અનેક ફિલ્મો રિલીઝ થઈ છે. જેમાંથી ચાર ફિલ્મો તો સાવ ફ્લોપ સાબિત થઈ છે. આ જૂન મહિનામાં અક્ષય કુમાર, બોબી દેઓલ, વરૂણ ધવન, કંગના સહિતી અનેક મેગા સ્ટારની ફિલ્મો બોક્સ ઓફિસ પર આવી હતી. પરંતુ આમાંથી માત્ર અમૂક ફિલ્મોને જ સફળતા મળી છે. ચાલો આ ફિલ્મો વિશે વિગતે ચર્ચા કરીએ....

આ મહિલનામાં બોલિવુડની આઠ મોટી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર દસ્તક આપી હતી. જેમાં ચાર ફિલ્મો સાવ ફ્લોપ સાબિત થઈ છે. બે ફિલ્મો હિટ પણ રહી છે, જ્યારે બે ફિલ્મો એવરેજ એટલે કે બજેટ જેટલી કમાણી કરી શકી છે. આમાંથી એક ફિલ્મ તો એવી છે જે રિલીઝ થઈ હતી ત્યારે સાવ નબળી ચાલી પરંતુ પછી કમાણીમાં ઉછાળો આવ્યો અને ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી. 

વરૂણ ધવનની ફિલ્મ કંઈ કમાલ ના કરી શકી!

વિગતે વાત કરવામાં આવે તો, વરૂણ ધવનની ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ પાંચ જૂને રિલીઝ થઈ હતી. જેણે  74.74 કરોડની કમાણી કરી હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. બોબી દેઓલની  ‘બંદર’ પણ પાંચ જૂને રિલીઝ થઈ હતી. જેણે માત્ર 4.97 કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી. જે પણ ફ્લોપ રહી છે. કંગનાની ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ 12 જૂને રિલીઝ થઈ હતી. જેથી વિશ્વભરમાં માત્ર 8.32 કરોડનો વેપાર કર્યો હતો. તે પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. તે પછી 12 જૂને દિલજીતની ‘મેં વાપસ આઉંગા’ ફિલ્મ રિલીઝ થઈ. જેણે વિશ્વભરમાં 70.88 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. આ ફિલ્મની કમાણી બોક્સ ઓફિસ પર એવરેજ રહી છે. પરંતુ હજી કમાણી ચાલી રહી હોવાથી ફિલ્મ સફળ સાબિત થઈ શકે છે. 

‘હૉન્ટેડ 3ડીઃ ઈકોઝ ઓફ ધ પાસ્ટ’ હિટ રહી કે ફ્લોપ?

તારીખ 12 જૂને જ મનોજ વાજપેયીની ‘ગવર્નર’ રિલીઝ થઈ હતી. જેમાં વિશ્વભરમાં કુલ મળીને માત્ર 6.85 કરોડ રૂપિયાનો જ વેપાર કર્યો હતો. એટલે તે ફ્લોપ સાબિત થઈ. તે પછી મિમોહ ચક્રવર્તીની ‘હૉન્ટેડ 3ડીઃ ઈકોઝ ઓફ ધ પાસ્ટ’ ફિલ્મ પણ 12 જૂને જ રિલીઝ થઈ હતી.આ ફિલ્મનું કુલ બજેટ આશરે 12થી 15 કરોડની વચ્ચે હતું. જ્યારે બોક્સ ઓફિસ પર તેણે 21.63 કરોડ રૂપિયાની કમાણી સાથે તે હિટ સાબિત થઈ હતી.

કોકટેલ-2એ કેટલો વેપાર કર્યો?

આ સાથે શાહિત કપૂર અને રશ્મિકાની ફિલ્મ કોકટેલ-2 19 જુને બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મે માત્ર 10 જ દિવસમાં રૂપિયા 126.85 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. હજી પણ તે બોક્સ ઓફિસ પર ચાલી રહી છે. છતાં આ ફિલ્મની કમાણી જોતા તે અવરેજ ફિલ્મ સાબિત થઈ છે. અક્ષય કુમાર સહિત 30થી વધારે સ્ટારકાસ્ટ વાળી ફિલ્મ વેલકમ ટૂ જંગલ ફિલ્મ 26 જૂને રિલીઝ થઈ હતી. આ ફિલ્મે અત્યાર સુધીમાં 93.45 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. આમ તો આ ફિલ્મ હિટ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ હજી કેટલી કમાણી કરે છે તેના પરથી નક્કી કરવામાં આવશે.