Fri Aug 28 2026

Logo

જર્મનીના સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગઃ પાંચના મોતથી ફફડાટ

Berlin   2026-06-29 20:18:46
Author: Vimal Prajapati
જર્મનીના સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગઃ પાંચના મોતથી ફફડાટ

NEWS5 via REUTERS


બર્લિનઃ જર્મનીના સ્ટેડ શહેરમાં આજે ગોળીબાર થયો હોવાનું આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. આ ભયંકર ગોળીબારમાં પાંચ લોકોના મોત થયાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસ દ્વારા મામલે સત્તાવાર નિવેદન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે. જર્મન મીડિયા એજન્સીના અહેવાલ પ્રમાણે આ ગોળીબાર કેસમાં બે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ કેસમાં પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, સૂચના મળતાની સાથે જ શહેરની બહારના વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. 

50,000 ની વસ્તી ધરાવતા શહેરમાં થયો ગોળીબાર

સ્ટેડ શહેરની વસ્તી આશરે 50,000 છે અને તે હેમ્બર્ગની પશ્ચિમમાં સ્થિત છે. અહીં થયેલા ગોળીબારના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ગોળીબાર સ્ટેડ શહેરના યુવા કેન્દ્રમાં થયું છે. પોલીસે આ કેસમાં બે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. આરોપીઓ સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે કે, આખરે આ ગોળીબાર શા માટે કરવામાં આવ્યો?

પોલીસે મૃતકો અંગે કોઈ જાણકારી જાહેર કરી નથી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગોળીબારમાં પાંચ લોકોના મોત થયાં છે. જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયાં છે. જો કે, મૃતકોના નામ અને તેમના વિશે કોઈ પણ જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી નથી. અનેક લોકો ઘાયલ થયા છે પરંતુ પોલીસે કહ્યું કે કોઈને ડરવાની જરૂર નથી. જ્યા ગોળીબાર થયો છે, તે જગ્યાએ મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે. પોલીસ સાથે સાથે ડૉકટરોની ટીમ પણ પહોંચી ગઈને લોકોની સારવાર શરૂ કરી દીધી છે. બાકી આ મામલે પોલીસે વધારે કોઈ વિગતો આપી નથી.