Mon Sep 07 2026

Logo

IND vs SL: 303 બોલના ફંદામાં ફસાઇ ટીમ ઇન્ડિયા, જુની નબળાઇના કારણે હાથથી નીકળી ક્લીન સ્વીપની તક

2026-08-28 13:19:00
Author: Mumbai Samachar Team
IND vs SL: 303 બોલના ફંદામાં ફસાઇ ટીમ ઇન્ડિયા, જુની નબળાઇના કારણે હાથથી નીકળી ક્લીન સ્વીપની તક

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા વિરુદ્ધ બે મેચોની ટેસ્ટ સીરીઝ 1-0થી પોતાના નામે કરી લીધી પરંતુ કોલંબોમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ ડ્રો થવાના કારણે ટીમ ઇન્ડિયા ક્લીન સ્વીપ કરવાથી ચૂકી ગઇ. આ ડ્રોનું સૌથી મોટું કારણ ભારતીય બોલરોની એ જ જુની  અને ગંભીર નબળાઇ રહી, જેનો ટીમ લાંબા સમયથી સામનો કરી રહી છે. વિરોધી ટીમના ટેલેન્ડર્સને જલદી સમેટવામાં નિષ્ફળતા, ફરી એકવાર ભારતીય ટીમને ભારે પડી ગઇ

નંબર 9  અને 10એ રમી નાંખ્યા 303 બોલ

આ સીરીઝમાં શ્રીલંકાઇ ટોપ ઓર્ડરના બેટ્સમેનને પેવેલિયન ભેગા કરવામાં જેટલી સરળતા ભારતીય બોલર્સને થઇ, 9મા અને 10માં નંબરના ટેલેન્ડર્સ બેટ્સમેનોએ તેમને વધારે પરેશાન કર્યા. સંપૂર્ણ ટેસ્ટ સીરીઝ દરમ્યાન શ્રીલંકાની સલામી જોડી ભારતીય ફાસ્ટ બોલર્સ અને સ્પિનરોની સામે બિલકુલ લાચાર નજરે પડી  પરંતુ જેવી 8મી અને 9મી વિકેટ પડી ભારતીય એટેકની ધાર નબળી પડતી ગઇ.

આ ૨ મેચની સિરીઝમાં શ્રીલંકન ઓપનરો કુલ ૨૧૬ બોલ જ રમી શક્યા. આ દરમિયાન લાહિરુ ઉદારાએ બંને મેચોમાં ઓપનિંગ કરી અને ૧૨૩ બોલ રમ્યા. જ્યારે, નિશાન મદુશ્કાએ પહેલી મેચમાં ઓપનર તરીકે માત્ર ૨૯ બોલનો સામનો કર્યો હતો. બીજી બાજુ, કામિલ મિશારા કોલંબો ટેસ્ટમાં ઓપનર તરીકે ૬૪ બોલ રમ્યો. શ્રીલંકાના નંબર ૯ અને ૧૦ ના બેટ્સમેનોએ આ સિરીઝમાં કુલ ૩૦૩ બોલનો સામનો કર્યો

બોલરોને વિકેટ લેવામાં છૂટ્યો પરસેવો

ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય બોલરોનું બેટ્સમેનોને વહેલા આઉટ કરીને મેચ પર પકડ જમાવવી અને પછી છેલ્લી ૨-૩ વિકેટો માટે તરસવું એ એક જૂની સમસ્યા રહી છે. કોલંબો ટેસ્ટમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. પહેલી ઇનિંગમાં શ્રીલંકન ટીમે પોતાની ૭ વિકેટ ૧૭૩ રનમાં જ ગુમાવી દીધી હતી. તેમ છતાં તે ૨૯૦ રન બનાવવામાં સફળ રહી. ત્યારબાદ, બીજી ઇનિંગમાં પણ ૩૩૦ રનમાં ૭ વિકેટ પડવા છતાં ભારતીય બોલરો તેમને ઓલઆઉટ ન કરી શક્યા અને શ્રીલંકન ટીમે ૯ વિકેટ ગુમાવીને ૪૨૯ રન બનાવ્યા, જેના કારણે તેઓ મુકાબલો ડ્રો કરાવવામાં સફળ રહ્યા.