નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના ફિટનેશ અંગેના રણજીત બજાજના નિવેદને વિવાદ સર્જ્યો છે. તેમણે એક પોડકાસ્ટમાં દાવો કર્યો હતો કે તેમની એકેડેમીના અંડર-13 ટીમના બાળકોનો યો-યો ટેસ્ટ સ્કોર વિરાટ કોહલી કરતા સારો છે. તારો આપણે જાણીએ રણજીત બજાજ કોણ છે.
રણજીત બજાજ એક ફૂટબોલ કોચ
રણજીત બજાજ એક ફૂટબોલ કોચ છે અને તેમની એકેડેમીનું નામ મિનર્વા એકેડેમી છે. એક પોડકાસ્ટ દરમિયાન વિરાટ કોહલીની ફિટનેસની વાત થઇ ત્યારે રણજીત બજાજે કહ્યું કે, મારા બધા અંડર-13 ખેલાડીઓ યો-યો ટેસ્ટમાં વિરાટ કોહલી કરતા વધુ સારા સ્કોર મેળવે છે. હું તેમને ખુલ્લેઆમ પડકાર આપી રહ્યો છું. મારા અંડર-15 ખેલાડીઓ સરળતાથી વિરાટ કોહલીને પાછળ છોડી શકે છે.
વિરાટ કોહલીના યો-યો ટેસ્ટ સ્કોર 21.6
જો આપણે વિરાટ કોહલીના યો-યો ટેસ્ટ સ્કોરની વાત કરીએ તો તે 21.6 છે. તેમણે 36 વર્ષની ઉંમરે આ સ્કોર મેળવ્યો હતો. વર્ષ 2018-19માં તેમનો સ્કોર લગભગ 19 હતો. પરંતુ ઉંમર સાથે તેની ફિટનેસમાં સુધારો થતો રહ્યો છે. તેમાં કોઈ શંકા નથી કે ફૂટબોલરો અને હોકી ખેલાડીઓ ઘણીવાર યો-યો ટેસ્ટ સ્કોરમાં વધુ સારા સ્કોર રેકોર્ડ કરે છે.
ક્રિકેટ એક લાંબો સમય ચાલતી રમત
ફૂટબોલ અને હોકી હાઇ ઇન્ટેસીટીવી વાળી રમતોમાં મુખ્ય ખેલાડીઓ વારંવાર 21 થી 23 વચ્ચેનો સ્કોર મેળવે છે. જે તેમની માટે સામાન્ય છે. બીજી બાજુ ક્રિકેટ એક લાંબો સમય ચાલતી રમત છે. જેમાં સતત ઝડપથી દોડવાની જરૂર નથી હોતી.
રણજીત બજાજ મિનર્વા એકેડેમીના ડિરેક્ટર
રણજીત બજાજ ભારતીય ફૂટબોલમાં ગ્રાસ રુટ અને યુવા વિકાસ પર કામ કરે છે. તેઓ વર્ષ 1955 થી કાર્યરત મિનર્વા એકેડેમીના ડિરેક્ટર છે.તેમજ 250 થી વધુ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તૈયાર કર્યા છે. આ એકેડેમીની ટીમોએ 60 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કપ જીત્યા છે.
ભૂતપૂર્વ અંડર-19 ફૂટબોલર
રણજીત બજાજની ફૂટબોલ ટીમે ગોથિયા કપમાં સફળતા મેળવી હતી. જેમાં લિવરપૂલ જેવી ટીમોને હરાવી હતી. બજાજ પોતે ભૂતપૂર્વ અંડર-19 ફૂટબોલર છે અને રિયાલિટી શો રોડીઝ ના સીઝન 1 માં પણ ભાગ લીધો હતો.
જાણો શું છે યો-યો સ્કોર ?
"યો-યો સ્કોર" એ યો-યો ઇન્ટરમિટન્ટ ટેસ્ટના પરિણામ છે. જે પ્રોફેશનલ સ્પોર્ટ્સમેન અને ક્રિકેટ, ફૂટબોલ અને હોકી જેવી રમતની ટીમોની એરોબિક ક્ષમતા અને હાઇ ઇન્ટિસિટીમાં પુનઃપ્રાપ્ત થવાની ક્ષમતાને માપવા માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ફિટનેસ મૂલ્યાંકન છે.