અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સુરતમાં સોમવાર રાતથી પડી રહેલા વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે, જ્યારે અમરેલી અને ઉના પર પણ મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં 2 જુલાઈ વરસાદ તાંડવ મચાવશે.
આજે ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે પવન ફૂંકાઈ શકે છે. સુરત, ડાંગ,નવસારી,વલસાડ, દમણ,દાદરા નગરહવેલી, નર્મદા, છોટાઉદેપુર, જુનાગઢ,અમરેલી,ભાવનગર, ગીર,સોમનાથ,બોટાદ,દીવમાં વરસાદની આગાહી છે.
આ દરમિયાન કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં આવતીકાલથી ચોમાસું ગતિ પકડશે. તેમજ કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાશે.
આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આનંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ ખાતે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ, વીજળી અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
2 જુલાઈના રોજ રોજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ ખાતે ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ, વીજળી અને હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
03થી 06 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, 1 જુલાઈથી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. બંગાળના ઉપસાગર તરફથી આવતી ચોમાસાની શાખા હજુ સંપૂર્ણ સક્રિય ન હોવાથી વરસાદ ખેંચાયો છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાઈ રહ્યું છે, જેના કારમે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર બંનેની સિસ્ટમ સંયુક્ત રીતે સક્રિય થતાં જ વ્યાપક વરસાદ શરૂ થશે. કેટલાક ભાગોમાં પૂરની પણ શક્યતા છે. 4 જુલાઈ અને તે પછી 16 જુલાઈની આસપાસ પણ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થશે.