Mon Jun 29 2026

Logo

ગૌરવ ખન્ના-આકાંક્ષા ચમોલા ડિવોર્સઃ વીડિયો શેર કરીને રાખી સાવંતે આકાંક્ષાને ગણાવી 'જુઠ્ઠી', કહ્યું કે તે માત્ર....

2026-06-29 15:44:08
Author: Darshana Visaria
Article Image

મુંબઈ: રિયાલિટી શૉ ‘લોક અપ 2’માં ભાગ લઈ રહેલી ટીવી એક્ટ્રેસ આકાંક્ષા ચમોલાએ પોતાના અને ગૌરવ ખન્નાના સંબંધો તેમજ ફિઝીકલ રિલેશનશિપને લઈને જે નિવેદનો આપ્યા હતા, તેને હવે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ અને વિવાદોમાં રહેતી રાખી સાવંતે આ બાબતે એક વીડિયો શેર કરીને આકાંક્ષા ચમોલા પર ગંભીર આરોપો લગાવ્યા છે. રાખીએ દાવો કર્યો છે કે આકાંક્ષા શૉમાં ફૂટેજ મેળવવા અને સહાનુભૂતિ જીતવા માટે જૂઠું બોલી રહી છે.

રાખી સાવંતે મીડિયા સામે વાત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હું આકાંક્ષા ચમોલાની એક પણ વાત પર વિશ્વાસ નથી કરતી. તે તદ્દન જુઠ્ઠી છે. જે રીતે તે શૉમાં આવીને પોતાના પર્સનલ બેડરૂમની વાતો અને શારીરિક સંબંધોની ચર્ચા પબ્લિક પ્લેટફોર્મ પર કરી રહી છે, તે જ સાબિત કરે છે કે તેના લગ્નજીવનમાં બધું બરાબર નથી.

રાખીએ આગળ એવું પણ ઉમેર્યું હતું કે, જો કોઈ વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે ખરેખર ખુશ અને સંતુષ્ટ હોય, તો તેણે નેશનલ ટેલિવિઝન પર આવીને આટલી બધી સ્પષ્ટતાઓ કરવાની જરૂર નથી પડતી. આકાંક્ષા માત્ર લાઈમલાઈટમાં રહેવા માટે ગૌરવ ખન્નાના નામે આ બધો ડ્રામા કરી રહી છે.

રાખી સાવંતના મતે, આકાંક્ષા અને ગૌરવ વચ્ચે વાસ્તવમાં ગંભીર વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ આકાંક્ષા શૉની અંદર પોતાની ઈમેજ બચાવવા માટે બધું બરાબર હોવાનો ડોળ કરે છે. રાખીએ જણાવ્યું હતું કે, જ્યારે ટીવી કલાકારોના સંબંધો તૂટવાના આરે હોય છે, ત્યારે તેઓ આવા જ રિયાલિટી શૉનો સહારો લે છે. આકાંક્ષા જે રીતે છૂટાછેડાના કાયદા અને ટ્રેન્ડ્સ પર ભાષણ આપી રહી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તે પોતે જ આ સંબંધમાંથી બહાર નીકળવા માંગે છે અને દોષનો ટોપલો મીડિયા કે કાયદા પર ઢોળવા માંગે છે.

‘અનુપમા’ ફેમ ગૌરવ ખન્નાના વિશાળ ચાહકવર્ગને કારણે આ વિવાદ હવે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ થઈ રહ્યો છે. એક તરફ આકાંક્ષાના ફેન્સ રાખખી સાવંત પર બિનજરૂરી વિવાદ ઊભો કરવાનો આરોપ લગાવી રહ્યા છે, તો બીજી તરફ નેટીઝન્સનો એક મોટો વર્ગ રાખીની વાત સાથે સહમત થઈ રહ્યો છે કે રિયાલિટી શૉમાં આવા અંગત ખુલાસા માત્ર ટીઆરપી અને પબ્લિસિટી માટે જ કરવામાં આવે છે. આ વિવાદ પર હજુ સુધી ગૌરવ ખન્ના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.