Wed Jul 01 2026

Logo

મેક્સિકોની ટીમ મેચ જીત્યા બાદ મન મૂકીને સેલિબ્રેશન કરનારી આ સુંદરી કોણ? માત્ર 43 સેકન્ડમાં જ એનો વિડિયો થયો વાયરલ

Zakalo   2026-07-01 20:20:00
Author: Mumbai Samachar Team
Article Image

ઝકાલોઃ ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઈવેન્ટ ફીફા વર્લ્ડકપ ચાલી રહ્યો છે. એકથી એક મેચમાં રસાકસી સાથે ખેલાડીઓનું એક ઝનૂન જોવા મળી રહ્યું છે. આ દરેક મેચમાં ખેલાડીઓએ તો ફેન્સને પાગલ કર્યા જ છે પણ આ વખતે સ્ટેડિયમમાં જોવા મળતી એકથી એક બહેતરીન સુંદરીઓથી ઈન્ટરનેટ પર ટ્રાફિકજામ થયો છે. એમ કહેવામાં ખોટું નથી. આવી કોઈ પણ વિશ્વસુંદરીનો ફોટો વાયરલ થાય છે કે વિડિયો પોસ્ટ થાય છે ત્યારે ફેન્સ સૌથી પહેલા તો મેચમાં વિડિયો શુટિંગ કરતા કેમેરામેનને દાદ આપી રહ્યા છે. સેલિબ્રેશનનો વિડિયો સામે આવ્યા બાદ માત્ર 43 સેકન્ડમાં જ આ સુંદરી ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ અને લોકો તેની પ્રોફાઈલ જોવા માટે પહોંચી ગયા હતા.

 

ફિમેઈલ ફેન્સ ફરી આવી ચર્ચામાં
મેક્સિકો અને ઈક્વાડોરની મેચ ચાલી રહી હતી. આ મેચનું પરિણામ એ આવ્યું કે, ઈક્વાડોરને 2-0થી હાર સહન કરવાનો વારો આવ્યો હતો. આ સાથે જ પ્રી-ક્વાર્ટરમાં મેક્સિકો ટીમે પોતાની જગ્યા બનાવી લીધી છે. વર્ષ 1986 બાદ પહેલીવાર એવું બન્યું છે કે, મેક્સિકોએ વિશ્વકપના નોકઆઉટના તબક્કામાં પોતાની સ્થાન કાયમ કરી નાંખ્યું છે. માહોલ એવો હતો કે સ્ટેડિયમમાં 80 હજારથી વધારે ફેન્સ મેચ જોઈ રહ્યા હતા. મેક્સિકોએ ગોલ કરતા જ સ્ટેડિયમ ફેન્સની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યું હતું. પણ જેવી મેચ ખતમ થઈ એ સમયે સૌથી વધારે ચર્ચા ખેલાડીઓની નહીં પણ એક ફીમેલ ફેન્સની થઈ રહી છે. જે માત્ર 43 સેકન્ડમાં જ ઈન્ટરનેટ પર મોસ્ટ વાયરલ ગર્લ બની ગઈ હતી. સ્ક્રિન સામે જોઈને ખુશખુશાલ થતી અને એનર્જી સાથે ઉછળકુદ કરતી આ ફેન્સના રાતોરાત ફોલોઅર્સ વધી ગયા છે. એટલું જ નહીં ફેસબુક પર એના ફોટો પર બીજા દેશના ફેન્સ પર લાઈક્સ અને કોમેન્ટ કરી રહ્યા છે.

કોણ છે આ સુંદરી?
આ હોટ અને બોલ્ડ બેબીનું નામ ઓલિવિયા બેથલ છે. જેને લોકો સોશિયલ મીડિયા પર H Town Girlથી ઓળખે છે. મેચમાં જ્યારે મેક્સિકોએ ગોલ માર્યો એ સમયનું ઓલિવિયાનું રીએક્શન જોવા જેવું હતું. આનો એક વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર thehtowngirl એકાઉન્ટ પર આ વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.પોસ્ટ કરતાની સાથે જ આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ વિડિયો પર લાખોની સંખ્યામાં વ્યૂ આવ્યા છે.મેક્સિકોના બન્ને ગોલ પર એનો ઉત્સાહ સાતમા આસમાને હતો.ચીસ પાડતી,જલસો કરતી અને કેમેરા સામે ડાન્સ કરતી ઓલિવિયાનો આ કોઈ પહેલો વિડિયો નથી. આ પહેલા પણ એનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં મેક્સિકોની દરેક જીત બાદ ઓલિવિયાના સેલિબ્રેશનના વિડિયો સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોએ જોયા હતા.

 

ફેન્સ માને છે મેક્સિકોનો લર્કચાર્મ
ઘણા ફેન્સ તો આને મેક્સિકોની લકી ચાર્મ ગર્લ માની રહ્યા છે. આ જે વિડિયો વાયરલ થયો છે એ કોઈ સ્ટેડિયમનો નથી. એક સ્પોર્ટ્સ બારનો વિડિયો છે. જ્યાં એક મોટી સ્ક્રિન પર મેચ ચાલી રહ્યો છે. જેવો મેક્સિકોની ટીમે ગોલ માર્યો એ તરત જ વીજળી વેગે ઉછળી પડી હતી. આ દરમિયાન કેમેરામાં કેદ થયેલો એનો વિડિયો, જોશીલું રીએક્શન, આનંદ, ખુશી અને મોજમાં આવીને ચીસ પાડતો વિડિયો રેકોર્ડ થઈ ગયો અને ઈન્ટરનેટર પર જોરશોરથી વાયરલ થઈ ગયો. બીજી બાજુ  મેદાન પર મેક્સિકોએ ઈતિહાસ બનાવી દીધો હતો. વરસાદ અને તોફાન વચ્ચે મેચ એક કલાકના વિલંથી શરૂ થયો હતો. આ જીતની અસર ખેલાડીઓ કરતા ઓલિવિયા પર વધારે દેખાઈ રહી હતી. શરૂઆતથી જ મેક્સિકોએ દમદાર લડત સાથે દરેક મેચ જીતી છે. આ વખતે નોકઆઉટ રાઉન્ડમાં મેચ જીતીને ઈતિહાસ બનાવી દીધો હતો.

 

ફોલોઅર્સની સંખ્યા વધી ગઈ
સોશિયલ મીડિયા પર હવે લોકો ઓલિવિયાને સર્ચ કરી રહ્યા છે અને તેની ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલને વિઝિટ કરી રહ્યા છે. આ વિડિયો સામે આવતા એના ફોલોઅર્સની સંખ્યામાં વધારો થયો હતો. ઓલિવિયાએ આ સિવાય પણ ઘણા ફોટો શૅર કર્યા છે. ઓલિવિયા એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર છે. વારંવાર તે અનેક એવા વિડિયો તથા ફોટો શૅર કરતી રહે છે. મેક્સિકોની મેચમાં સ્ટેડિયમમાં જઈને નિહાળી એ સમયના ફોટો પણ તેણે શૅર કર્યા છે. ક્યારેક જીમમાં એક્સસાઈઝ કરતા હોય એવો તો ક્યારેક શોપિંગ મોલમાં શોપિંગ કરતા હોય એવા અનેક વિડિયો તેણે પોતાની પ્રોફાઈલ પર શૅર કરેલા છે. ફેન્સ આવી દરેક પોસ્ટ પર અગ્નિવાળું તથા દિલ વાળું ઈમોજી દિલ ખોલીને શૅર કરી રહ્યા છે.