મુંબઈઃ વર્સેટાઈલ અભિનેતા આયુષ્માન ખુરાના ક્યારેય વિચાર્યા ન હોય એવા વિષય પર ફિલ્મ લઈને આવે છે. આવી ફિલ્મો લોકોને ક્નેક્ટ કરે છે અને વિચાર કરવા માટે મજબૂર કરી દે છે. એ પછી વાત 'ડ્રિમગર્લ'ની હોય કે પછી 'અંધાધૂધ'ની. 'થામા' અને 'પતિ-પત્ની ઔર વો દો'એ બોક્સ ઓફિસ પર દમદાર કમાણી કરીને ફિલ્મ પ્રોડક્શનના ખર્ચ ઉપરાંત નફાની રકમ કમાઈ લીધી છે. હવે આયુષ્માન વધુ એક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેનો અત્યાર સુધીમા ન જોયો હોય એવો અવતાર જોવા મળવાનો છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો જણાવે છે કે, યશરાજ ફિલ્મ સાથે તેણે હાથ મિલાવી લીધા છે. તાજેતરમાં જ યશરાજ પ્રોડક્શનમાં તૈયાર થયેલી ફિલ્મ 'આલ્ફા'નું ટ્રેલર સામે આવ્યું હતું.
શું છે નવી ફિલ્મનું નામ?
રિપોર્ટ અનુસાર, આ ફિલ્મનું નામ 'મુપાપા'હોવાનું જાણવા મળે છે. આ હજું પ્રાથમિક તૈયારીના ભાગરૂપે છે, બની શકે છે કે, આ જ પ્રોજેક્ટમાં ફિલ્મનું નામ પછીથી બદલી દેવામાં આવે. યશરાજ ફિલ્મ અને પોશમ પા પિક્ચર સાથે મળીને આ નવી ફિલ્મ બનાવી રહી છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના લીડ રોલ પ્લે કરી રહ્યો છે. આ ફિલ્મને અક્ષય વિધાણી પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ પહેલા તેમણે 'સૈયારા'ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. જ્યારે ફિલ્મનું ડાયરેક્શન સમીર સક્સેના કરી રહ્યા છે. આ ફિલ્મને લઈને હજુ સુધી ખાસ કોઈ પ્લોટ નક્કી નથી માત્ર નામ અને કાસ્ટને લઈને નિર્ણય લેવાયો છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. હાલમાં ફિલ્મની કેટલીક પ્રાથમિક તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ હજુ શરૂ થતા સમય લગાશે. આ પહેલા તેની ફિલ્મ 'ઉડતા તીર' અને 'યે પ્રેમ મોહ લિયા' જેવી બે ફિલ્મ આવી રહી છે. એવું કહેવાય છે કે, 'ઉડતા તીર' મસ્ત કોમેડી ફિલ્મ છે.
હાલમાં શું સ્ટેટસ છે?
આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના કંઈક નવું કરવા જઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, ફિલ્મ ક્ષેત્રે આ પ્રયોગ પહેલીવાર થઈ રહ્યો છે. રોમાંચ સાથે એવી સરસ સ્ટોરી વાર્તા હશે જે દર્શકો માટે પહેલીવાર હશે. એક્શન રોમાંસ, કોમેડી અને ડ્રામા તો ખાસ જોવા મળવાના છે. ફિલ્મની વાર્તા શું છે અને ફિલ્મનો મુખ્ય પ્લોટ શું છે એ અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. આયુષ્માન ખુરાનાએ યશરાજ ફિલ્મના કેટલાક લોકો સાથે બેઠક કરી હોવાના પણ ન્યૂઝ મળી રહ્યા છે. બિગ સ્ટોરીની સાથે બિગ ફિલ્મનો પણ અનુભવ આ ફિલ્મ આપશે. 'પતિ, પત્ની ઔર વો દો' ફિલ્મમાં એક સરકારી અધિકારીના રોલમાં કોમેડી કર્યા બાદ હવે તે કોઈ અલગ અવતારમાં કોમેડી કરતો જોવા મળશે. યશરાજ ફિલ્મ સાથેનો એનો આ પ્રોજેક્ટ અલગ રીતે શરૂ થશે અને ફિલ્મની વાર્તા અંગે ચર્ચા થયા બાદ બધુ ફાઈનલ થશે. સૂત્રો એવું પણ જણાવે છે કે, હાલમાં આ ફિલ્મની વાર્તા લખાઈ રહી છે, કેટલાક ડાયલોગ ફાઈનલ થયા છે.