Wed Jul 01 2026

Logo

'ટોક્સિક'માં નયનતારા સાથે એક્શન અવતારમાં દેખાશે બોલિવૂડની આ 'એક્સપ્રેશન ક્વિન', નેગેટિવ રોલ કરીને પણ ચર્ચામાં

2026-07-01 20:09:48
Author: Mumbai Samachar Team
Article Image

હૈદરાબાદઃ ફિલ્મનિર્માતા ગીતુ મોહનદાસની મચ અવેઈટેડ ફિલ્મ 'ટોક્સિક'ની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. હવે આ ફિલ્મમાં એક્ટ્રેસ કોણ છે જે લીડ રોલ પ્લે કરી રહી છે એને લઈને ખુલાસો થયો છે. આ ફિલ્મ 26 ઓગસ્ટના રોજ સિનેમાઘરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કઈ એક્ટ્રેસ લીડ રોલ પ્લે કરી રહી છે એની નાનકડી ઝલક જોવા મળી છે. આ ખાસ ઝલકની શરૂઆત ચેતવણી સાથે થઈ રહી છે. આ પણ એક અલગ ફિલ્મી અંદાજ માનવામાં આવે છે. 

શું ચેતવણી આપવામાં આવી?

ફિલ્મના નિર્માતાઓએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, 'પરેન્ટ્સ, ગ્રાંડ પેરેન્ટ્સ અને ગ્રેટ ગ્રાંડ પેરેન્ટસ પોતાના બાળકોને દૂર રાખે'. આ ફિલ્મના પ્રોમોમાં સમુદ્ર કિનારે કિયારા અડવાણીનો એક ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે. નાદિયાના પાત્રમાં કિયારાનો એક અલગ અવતાર જોવા મળ્યો છે.  ગુલાબી રંગના ડ્રેસમાં અને ગ્લોઈંગ ફેસ સાથે તે ખૂબ જ મસ્ત દેખાઈ રહી છે. આ ફિલ્મમાં એનો સાથ આપે છે હુમા કુરેશી. એલિઝાબેથના પાત્રમાં તે એક અંગ્રેજી હોવાની ફીલ કરાવી દે છે. હકીકત એ છે કે, આ ફિલ્મમાં તે નેગેટિવ રોલમાં છે. બ્લેક ડ્રેસમાં એનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. 

કોણ છે મેલિસા?

દમદાર અને અસરદાર એક્શન અવતારમાં જોવા મળશે રૂક્મણી વસંત, જે મેલિસાનો રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મમાં તે એક મોટા એક્શન અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં એક અલગ અવતાર જોવા મળશે. એક્શન અંદાજમાં એનું પાત્ર ફિલ્મમાં અલગથી લખવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. રૂક્મણી મોટાભાગે સાઉથની ફિલ્મોમાં વધારે જોવા મળે છે.

આ સિવાય રેબેકાના રોલમાં તારા સુતરિયાનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. યલો લાઈટમાં અને ગ્લો શેડમાં એનું પાત્ર અલગથી દીપી ઊઠે છે. પાર્ટી એન્જોય કરતી હોય એવો એક લૂક સામે આવ્યો છે. ફિલ્મમાં ગંગાનો રોલ નયનતારા એ પ્લે કર્યો છે. આ ફિલ્મમાં તે યશની બહેનના પાત્રમાં જોવા મળશે. બાઈક ચલાવતી અને એક્શન પર્ફોમ કરતી જોવા મળશે. એવું માનવામાં આવે છે કે, બિગ સ્ક્રિનમાં નતનતારા માટે આ એક મોટો પ્રોજેક્ટ હતો

ત્રણ-ત્રણ વાર બદલી ડેટ

આ ફિલ્મની રિલીઝ ડેટ ત્રણ-ત્રણવાર બદલવામાં આવી છે. પહેલા માર્ચ મહિનામાં આ ફિલ્મ રિલીઝ થવાની હતી પણ એ સમયે 'ધુરંધર' ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો હતો. એ પછી એપ્રિલ મહિનમાં એક તારીખ નક્કી થઈ હતી. પણ અન્ય એક બિગ બજેટની ફિલ્મ સિનેમા સુધી આવતા ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી હતી. આખરે 26 ઓગસ્ટ ફાઈનલ કરી દેવામાં આવતા ફેન્સને હાશકારો થયો હતો.આખરે ફિલ્મ ક્યા નવા વિષય સાથે આવી રહી છે અને યશ દમદાર એક્ટિંગથી ફેન્સને કેવા ઈમ્પ્રેસ કરે છે એના પર સૌની નજર રહેલી છે.